હકીકત કે માત્ર અંધાળું અનુકરણ: મનોકામના પૂરી કરવા સર્જરી કરાવી લોકો બદલાવી રહ્યા છે હસ્ત રેખા

  • July 12, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




એક માન્યતા મુજબ હસ્તરેખા વિજ્ઞાન મુજબ લગ્ન, આર્થિક સ્થિતિ તથા યથકિર્તીની રેખાઓ હોય છે. જન્મજાત હસ્તરેખાઓમાં માણસનું ભાગ્ય હોય છે જેને બદલી શકાતું નથી  પરંતુ જાપાનમાં હાથની રેખાઓ બદલીને ભાગ્યશાળી બનવાની ફેશન ચાલે છે. તેના માટે સર્જરી દ્વારા નવી રેખાઓ દોરવાને ખર્ચ ૧ હજાર ડોલર જેટલો થાય છે.


ખાસ કરીને લગ્ન ઇચ્છુક યુવાનો પોતાની લગ્નરેખાને સારુ પરીણામ મળે તે રીતે સેટ કરાવે છે. યુવતીઓ પોતાનું સારુ અંગતજીવન તથા યુવકો પોતાની ધનપ્રાપ્તિની રેખાઓ બદલાવવામાં વધારે રસ ધરાવે છે.  કોઇ ખૂબ બિમાર પડે કે જીવનમાં સારુ ના લાગે ત્યારે પણ સર્જરીનો સહારો લે છે.હથેળીની રેખાઓ બદલવાની સર્જરી માટે ઇલેક્ટિકલ સ્કૈલપેલની મદદ લેવામાં આવે છે. જેમાં ભાગ્ય રેખાઓ બદલાવ્યા પછી પણ કુદરતી લાગે તે માટે ચામડીને કાપીને થોડીક બાળવામાં પણ આવે છે. 


આ આખી પ્રક્રિયામાં કલાક જેટલો સમય લાગે છે. હથેળીની રેખાઓની સર્જરી માટે લેઝરનો ઉપયોગ કરવામાં આવતો નથી.કારણ કે લેઝરથી ખેંચેલી રેખાઓ લાંબા સમયે ચોખ્ખી દેખાતી નથી. જયારે પરંપરાગત રીતે હથેળીમાં સર્જરી કરવાથી રિઝલ્ટ સારુ મળે છે. આ કોઇ એવી અઘરી કે કષ્ટદાયક સર્જરી નથી.

જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ આ ફેશન જોવા મળે છે. હથેળીના જોનારાઓ જયારે કોઇ શુભ સંકેત ના આપે ત્યારે યુવક યુવતીઓ રેખાઓ બદલાવવા તૈયાર થઇ જાય છે.કેટલાક તો માર્કરપેનથી પોતાને અનુકુળ હોય તેવી લાઇનો હથેળીમાં દોરીને આવે છે. નવાઇની વાત તો એ છે કે પામ સર્જરી પછી ઘણાને પોતાની મનોકામના પુરી થઇ હોવાનું પણ બને છે. જો કે હસ્તરેખામાં વિશ્વાસ નહી ધરાવતા લોકો કુદરતી રેખાઓને બદલવાથી ફાયદો થતો હોવાની વાતને માનતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application