સાવરકુંડલામાં આંખની હોસ્પિટલનું મેદાન એટલે અસામાજિક પ્રવૃત્તિઓના અડ્ડો

  • September 05, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર આવેલ ૨૫ વિઘાના ઘેરાવામાં આવેલું, ધણી ધોરી વગરનું રેઢા પડ જેવાં આંખની હોસ્પિટલના મેદાનમાં સાંજ જેમ જેમ ઢળતી જાય તેમ તેમ રાતના અંધારામાં છીનાળ પ્રવૃતિ વેગ પકડતી જાય. અરે બપોર વચ્ચેનાં સમયગાળાનો પણ કોઈ કોઈ ગેરલાભ ઉઠાવે છે.


આ મેદાનમાં ઝાડી ઝાંખરા ની આડશમાં બેફામ જુગાર પ્રવૃત્તિઓ તો ધોળે દિવસે પણ વિના રોકટોક ચાલું જ હોય છે. સમીસાંજ થી શરુ કરી વહેલી સવાર સુધી આ ગ્રાઉન્ડમાં તમામ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિ વેગ પકડી રહી છે.
સવાલ એ છે કે હાલ જેમનાં કબજામાં આ મિલકત છે. તેમની કોઈ જવાબદારી ખરી કે નહિ..?! આ સંસ્થાનાં હાલનાં ટ્રસ્ટીઓએ એ ગ્રાઉન્ડ ફરતે જ્યાં જ્યાં છીંડા છે તે તાત્કાલીક ધોરણે રીપેર કરવાની જરૂર છે, જેથી મેઈન ગેટ સીવાય કોઈ દાખલ થઇ શકે નહિ અને મેઈન ગેટ ઉપર 
​​​​​​​
૨૪સ૭ સિક્યુરિટી ગાર્ડ રાખવાની તાકીદની અસરથી જરૂરિયાત છે. સાવરકુંડલા શહેર પોલીસે પણ દીવસ અને રાત્રે માત્ર એકાદ વખત જ નહી.. પણ રાઉન્ડ ધ કલોક આ મેદાનમાં અંદર ખૂણે ખૂણાની તપાસ કરવાની જરૂરિયાત છે અને આવી પ્રવૃત્તિ કરનારાઓને જાહેરમાં દાખલો બેસે તેવી નશ્યત આપવાની જરૂર છે. આવી પ્રવૃત્તિઓ માં સામેલ ઓલાદો પોતાનાં મા-બાપનાં કંટ્રોલમાં પણ હોતી નથી. તેને માત્ર ખાખી જ સિધ્ધાદોર કરી શકે...!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application