મશીનના હેલ્પરને માર માર્યો: મશીનમાં 63 લાખનું નુકસાન: બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ: અમારા વિસ્તારમાં કોની પરમીશનથી કામ કરો છો તેમ કહી શખ્સો વિફયર્િ
કાલાવડથી ધોરાજી તરફ નેશનલ હાઈવે રોડનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈ રાતે બે અજાણ્યા શખ્સોએ કામ રોકાવીને ઓપરેટરને માર મારી ભગાવી મૂક્યો હતો. ત્યાર બાદ મશીનને આગ ચાંપી દઇ રૂપિયા 63 લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ થી ધોરાજી તરફ નેશનલ હાઈવે નું કામ ચાલી રહ્યું છે, અને ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈકાલે રાત્રે એમ.એસ. ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના ઓપરેટર દ્વારા એક્સ્વાવેટર મશીન મૂકીને રોડ રસ્તા નું કામ ચલાવી રહ્યો હતો.
જે દરમિયાન બે જાણ્યા શખ્સો ઓપરેટર પાસે આવ્યા હતા, અને તમે અમારા વિસ્તારમાં કોને પૂછીને કામ કરો છો? તેમ કહી આ કામ બંધ કરી દેજો, તેમ કહીને ધાકધમકી ઉચ્ચારી હતી, અને ઓપરેટરને બે ત્રણ થપ્પડ મારી દેતાં ઓપરેટર મશીન છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ બંને અજાણ્યા શખ્સોએ મશીનમાં આગ ચાંપી દેતાં મશીનની કેબીન તેમજ અન્ય ભાગ સળગી ઊઠ્યો હતો.
દરમિયાન લોકોનો ટોળું એકત્ર થયું હતું, અને મોડી રાત્રે આ ઘટનાની ફાયર તંત્ર ને જાણ કરાતાં કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી હતી.
સમગ્ર બનાવ મામલે મશીનના ઓપરેટર દ્વારા ઉપરોક્ત ખાનગી કંપનીના સ્થાનિક મેનેજરને જાણ કરાતાં મૂળ રાજસ્થાન ના વતની અને હાલ કાલાવડમાં રહેતા બાધારામ પ્રભુરામ પરિહાર અન્ય સાથી કર્મચારીઓ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને વિગતો જાણી હતી.
આથી સમગ્ર મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાધારામ પરિહારની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્યના પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને તપાસ દ્વારા હાથમાં લઈ મશીનને આગ ચાંપી દેનાર તેમજ ઓપરેટરને માર મારનાર બંને અજાણ્યા શખ્સોની શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech