મહાસાગરોના પેટાળમાં થતી દરેક હિલચાલ મિનિટોમાં જાણી શકાશે

  • February 20, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૃથ્વી પરના તમામ મહાસાગરોમાં, કેટલાક કિલોમીટર નીચે થતી દરેક હિલચાલ હવે મિનિટોમાં જાણી શકાશે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસએ દેશની પ્રથમ સિનર્જિસ્ટિક ઓશન ઓબ્ઝર્વેશન પ્રિડિકશન સર્વિસ (સિનોપ્સ) લેબ બનાવી છે.જેના પરથી દરિયાના પેટાળમાં થતી દરેક હિલચાલ મીનીટો અગાઉ જ જાની શકાશે. આ લેબ કોઈ પણ આપતીની એક કલાક અગાઉથી મહાસાગરોમાં સંભવિત ભૂકપં અને સુનામીના સંકેતો આપશે. તોફાન અને ચક્રવાતના આગમનની માહિતી ત્રણ–ચાર દિવસ અગાઉથી મળી જશે.

મહાન વાત એ છે કે સિનોપ્સ એ હિંદ અને પેસિફિક મહાસાગર ક્ષેત્ર તેમજ સમગ્ર વિશ્વમાં આ માહિતી માટે ઉપલબ્ધ સૌથી અધતન સિસ્ટમ છે. આ સિસ્ટમ માછીમારોને એ પણ જણાવશે કે કઈ દિશામાં સૌથી વધુ માછલીઓ હોઈ શકે છે. આ લેબ માલદીવ અને શ્રીલંકા જેવા દેશોને પણ મદદ કરશે.ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસના ડાયરેકટર ડો. શ્રીનિવાસ કુમાર તુમ્માલા કહે છે કે સિનોપ્સ તરફથી મળેલી માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને આપવામાં આવશે, જેથી યોગ્ય સમયે બચાવ કાર્ય શ કરી શકાય. હાલમાં, અમે સુનામી, તોફાન, ભૂકપં વગેરે જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આંતરરાષ્ટ્ર્રીય સંસ્થાઓની મદદ લઈએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ લેબ સંપૂર્ણપણે એડવાન્સ સેન્સર પર નિર્ભર છે. દરિયાની અંદર કોઈપણ ખાસ હિલચાલ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં શોધી કાઢવામાં આવશે અને સચોટ અંદાજ લેબમાં મોકલવામાં આવશે. તેના વાંચન પછી ચેતવણી જારી કરવામાં આવશે.જેથી જાનહાની કે નુકસાન ટાળી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application