આજે પણ હાપા યાર્ડમાં કપાસની ધૂમ આવક

  • December 01, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાસડી, ર૩૧૪૩ મણ, ૩૯પ ખેડૂતો મારફત આવી

છેલ્લા બે દિવસથી હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસની ધૂમ આવક થવા પામી છે, ગઇકાલે ર૦૧૯૦, જ્યારે ર૩૧૪૩ મણ બે દિવસમાં જ ૪૦ હજાર મણ ઉપરની આવક થતાં હાપા યાર્ડ કપાસની જણસથી છલકાઇ જવા પામ્યું છે.
હાપા યાર્ડમાં તહેવારો બાદ તમામ જણસોની આવક સારી એવી થવા પામી છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, લસણ, ડુંગળીનો સમાવેશ થાય છે, થોડા દિવસ પહેલા મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યાના અભાવે હાલ પૂરતી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
કપાસના ભાવની વાત કરીએ તો ૧રર૦ થી ૧પ૦પ સુધીના ભાવો બોલાયા હતા, જેમાં આજે ૯રપ૭ ગાસડી, ર૩૧૪૩ મણ, જે ૩પપ ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી, અન્ય જણસ તરફ જણસ કરીએ તો આજે ઘઉં ર૧૧૩, બાજરો પ૮, અડદ ૧૪૩, ચણા ૬૧૦, એરંડા ર૯૦, તલ ૧૯૮, રાયડો ૪૭૮, લસણ ૮૦૦૭, ધાણા ૧ર૧ર, સૂકા મરચા ૧૦૯૯ તથા સુકી ડુંગળી ર૪૦૩ મણનો સમાવેશ થાય છે. કુલ આવક ૪૧૮૩૧ મણ થવા પામી છે જે ૧૦૭૦ ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application