૨૬ અઠવાડિયા સુધી શેની રાહ જોઈ? અજાત બાળકને પણ અધિકારો છે: સુપ્રીમ કોર્ટ

  • October 13, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે એક પરિણીત મહિલાની ૨૬ સાહની ગર્ભાવસ્થાને સમા કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, ગર્ભમાં રહેલા બાળકને જન્મ આપવા પર એક દિવસના વિચારનો સમય આપ્યો હતો. અરજદાર મહિલા તેના પતિ સાથે સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડી વાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ ઓનલાઈન હાજર રહી હતી. ખંડપીઠે કહ્યું કે બાળક ગર્ભમાં હોવા છતાં તેના પણ અધિકારો છે. કાયદા અનુસાર, ગર્ભમાં ૨૪ અઠવાડિયા પછી અજાત બાળકના અધિકારો પણ પુન:સ્થાપિત થાય છે.સીજેઆઇ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ગર્ભવતી મહિલા કહે છે કે તેને બાળક નથી જોઈતું. સરકાર આ બાળકનું ભરણપોષણ કરે અથવા યોગ્ય દંપતીને દત્તક લેવા માટે આપે તેના માટે તૈયાર છે, તો પછી શા માટે તે બાળકને તેના ગર્ભમાં થોડા વધુ અઠવાડિયા સુધી રાખી શકતી નથી? ત્યારબાદ સી વિભાગ એટલે કે સર્જરી દ્રારા ડિલિવરી થઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે બાળક એક સક્ષમ બાળક છે.


સુપ્રીમ કોર્ટે સવાલ કર્યેા કે આ એક પરિણીત મહિલા છે જેના પહેલાથી બે બાળકો છે. તમે ૨૬ અઠવાડિયા સુધી શેની રાહ જોઈ? તમારી ડિપ્રેશનની સમસ્યાને ઠીક કરવામાં તમને આટલો સમય લાગ્યો? હવે તમે ઈચ્છો છો કે અમે એઈમ્સને તમારી અંદર વધતા બાળકના ધબકારા રોકવા માટે નિર્દેશ કરીએ? જો ડિલિવરી અત્યારે થાય છે, તો બાળકમાં અસામાન્યતાઓ હોઈ શકે છે. કારણ કે ગર્ભાવસ્થા હજુ સાત મહિનાની છે. આ વિક્ષેપ આનુવંશિક સમસ્યાઓને કારણે નહીં, પરંતુ સમય પહેલા પ્રસૂતિને કારણે હોઈ શકે છે. તે માત્ર એક ગર્ભ નથી. તે એક સધ્ધર ગર્ભ છે અને જો જન્મ આપવામાં આવે તો તે બહાર ટકી શકે છે.

જો હવે ડિલિવરી થઈ જશે, તો ગંભીર તબીબી સમસ્યાઓ થશે, તો શા માટે વધુ ૨ અઠવાડિયા રાહ જોવી નહીં? તમારા મતે, બાળકને મૃત્યુદડં આપવાનો એકમાત્ર વિકલ્પ છે, પરંતુ ન્યાયિક આદેશ હેઠળ બાળકને મૃત્યુદડં કેવી રીતે આપી શકાય? આ પહેલા આ જ કેસમાં બે જજ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચનો નિર્ણય વિભાજિત બહાર આવ્યો હતો. આ પછી મામલો સીજેઆઇ ને મોકલાયો હતો. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે તેમની ન્યાયિક અંતરાત્મા ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતી નથી. તે જ સમયે, જસ્ટિસ બીવી નાગરથનાએ આના પર અસહમતિ વ્યકત કરી અને કહ્યું કે આપણે ગર્ભવતી મહિલાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application