માત્ર થોડી મિનિટોનો ગુસ્સો પણ બની શકે છે હાર્ટ એટેકનું કારણ

  • May 04, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર થોડી મિનિટો માટે પણ ગુસ્સો આવવાથી રક્તવાહિનીઓનું કાર્ય બદલાઈ શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલો અભ્યાસ દર્શાવે છે કે ગુસ્સાની તીવ્રતા અને હાર્ટ એટેકના વધતા જોખમ વચ્ચે સંબંધ છે. આ સૂચવે છે કે ટૂંકા ગાળાના ગુસ્સાથી પણ હાર્ટ એટેક અને સ્ટ્રોક આવી શકે છે.

કોલંબિયા યુનિવર્સિટી ઇરવિંગ મેડિકલ સેન્ટર, યેલ સ્કૂલ ઑફ મેડિસિન, ન્યૂયોર્કની સેન્ટ જોન્સ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓના સંશોધકો દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓએ 280 સ્વસ્થ પુખ્ત વયના લોકોને આમંત્રિત કયર્િ અને તેમને ચાર જૂથોમાં વહેચવામાં આવ્યા અને તેને ગુસ્સો, ઉદાસી અથવા બેચેન બનાવતી ઘટનાઓ યાદ કરાવી. નિયંત્રણ જૂથે 8 મિનિટ સુધી વારંવાર 1 થી 100 સુધી મોટેથી ગણ્યા અને તટસ્થ ભાવનાત્મક સ્થિતિ જાળવી રાખી.

ત્યારબાદ સંશોધકોએ જૂથના સભ્યોના લોહીના નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને અભ્યાસ પહેલાં અને પછી રક્ત પ્રવાહ અને દબાણ માપ્યું. તેઓએ જોયું કે ક્રોધિત જૂથના સહભાગીઓમાં રક્તવાહિનીઓ ફેલાવવાની ક્ષમતા નિયંત્રણ જૂથની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછી થઈ હતી. વધુમાં, ઉદાસી અને ચિંતા જૂથોમાં, તેમની રક્ત વાહિનીઓના વિસ્તરણ પર કોઈ અસર થતી નથી.
કોલંબિયા યુનિવર્સિટીના ડાઇચી શિમ્બોએ જણાવ્યું હતું કે આ સૂચવે છે કે તીવ્ર લાગણીઓ એવા લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓમાં અસર કરી શકે છે જેઓનું સ્વાસ્થ્ય પહેલેથી જ ખરાબ છે. યુનિવર્સિટી કોલેજ લંડનના એન્ડ્રુ સ્ટેપ્ટોએ જણાવ્યું હતું કે રક્ત વાહિનીઓના કાર્ય પર ગુસ્સાની અસર એ તારણ સાથે સુસંગત છે કે હૃદયરોગનો હુમલો ક્યારેક તીવ્ર લાગણીઓને કારણે થાય છે, જો કે, લોકો માટે ગુસ્સે થવાનું બંધ કરવું સરળ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application