ચૂંટણી પહેલા જ નેતાઓ પરસેવે રેબઝેબ

  • April 16, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સૂર્યદેવ કોપાયમાન છે અને આકાશમાંથી અંગારા માફક તાપ વરસી રહ્યો છે. જેના કારણે સવારથી જ તાપમાનનો પારો ઉંચો રહેતા જનજીવન ગરમીથી ત્રસ્ત બન્યું છે. ત્યારે આજે બહુમાળી ચોક ખાતે પરસોતમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જો કે હરેક વખતેની જેમ આ વખતે કોઈ મોટો તાલ માલ ને તાસીરો ભાજપ્ની સભામાં જોવા મળ્યો ન હતો અને સ્ટેજ પર પણ એસી કે એર કુલર જેવી વ્યવસ્થા ન હતી અને સમિયાણામાં પંખા બાંધી દેવામાં આવ્યા હતા. તેની સામે ગરમીનું પ્રમાણ પણ આજે સવારથી જ વધુ રહેતા આશરે સવારે 10 વાગ્યે સભા શરૂ થતા ગરમીએ પણ પોતાનું કામ બતાવ્યું હતું સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર પરસોતમ રૂપાલાથી લઇ મોટાભાગના નેતાઓ ગરમીથી રેબઝેબ થયા હતા. અને રૂમાલથી પરસેવો લૂછતાં જોવા મળ્યા હતા. (તસવીર : દર્શન ભટ્ટી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application