મેક્સિકો સરહદ પર ઈમરજન્સી લાગુ, શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત

  • January 20, 2025 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું છે. ટ્રમ્પ બીજા એવા અમેરિકી રાષ્ટ્રપતિ હશે જે રાષ્ટ્રપતિ બન્યા પછી સત્તાથી બહાર હતા અને ચાર વર્ષ રાહ જોયા પછી બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા. આ પહેલા ૧૯૮૩માં ગ્રોવર ક્લેવલેન્ડે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વિશ્વભરના નેતાઓ અને ઉદ્યોગપતિઓ પહોંચ્યા હતા.


આજે અમેરિકન ઇતિહાસમાં એક મોટો દિવસ છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમના શપથ ગ્રહણ સમારોહ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રમ્પનો બીજો કાર્યકાળ ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે.


મેક્સિકો વિશે ટ્રમ્પની મોટી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ મેક્સિકો સરહદ પર કટોકટી લાદશે. તેમણે કહ્યું કે તેમની સરકારમાં ઘુસણખોરો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે મોંઘવારી ઘટાડવી એ મારી ટીમની પ્રાથમિકતા રહેશે. તેમણે કહ્યું કે હવેથી અમેરિકામાં ડ્રગ્સ તસ્કરોને આતંકવાદી જાહેર કરવામાં આવશે.


શપથ ગ્રહણ દરમિયાન ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે કહ્યું કે આજે હું ઐતિહાસિક કાર્યકારી આદેશોની શ્રેણી પર હસ્તાક્ષર કરીશ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application