અં.૧૪, ૧૭ તથા ઓપન એઇજ ગૃપમાં પાંચ હજારથી વધુ ભાઈઓ-બહેનોએ સહભાગી થઈ કૌવત દાખવ્યું.
જામનગર તા.૨૦ જાન્યુઆરી, ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોનકક્ષા અને મહાનગરપાલીકાકક્ષાની કબડ્ડિ, રસ્સા ખેંચ, વોલિબોલ તથા ખો-ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી. ઓશવાળ ઈંગ્લિશ એકેડમી જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાયેલ આયોજનમાં કબડ્ડિમાં અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૧,૦૩૨ ભાઇઓ અને ૫૮૮ બહેનો એમ કુલ ૧,૬૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રસ્સા ખેંચમાં અં.૧૭, ઓપન એઇજ ગૃપ, ૪૦ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં ૪૦૬ ભાઇઓ અને ૩૩૩ બહેનો એમ કુલ ૭૩૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યારે અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપની ખો-ખો સ્પર્ધામાં ૧,૦૯૨ ભાઇઓ અને ૯૨૪ બહેનો એમ કુલ ૨,૦૧૬ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.જ્યારે સત્ય સાંઈ વિદ્યાલય જામનગર ખાતે યોજાયેલ વોલિબોલની અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૭૯૨ ભાઇઓ અને ૩૯૬ બહેનો એમ કુલ ૧,૧૮૮ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા.
ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલીકા કક્ષાએ દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામ રૂપે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech