એલોન મસ્કે ફરી કરી ટ્વિટરમાંથી કર્મચારીઓની છટણી, સેલ્સ ટીમમાંથી ઘણાં કર્મચારીઓને કર્યાં નોકરીમુક્ત

  • February 21, 2023 01:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

વિશ્વમાં છટણીનો દૌર યથાવત છે તેની વચ્ચે ટ્વિટર દ્વારા ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવામા આવી છે. અને આ વખતે સેલ્સ ટીમમાંથી કેટલાક કર્મચારીઓની છટણી કરી દેવામાં આવી છે.


દુનિયામાં તમામ મોટી મોટી કંપની તેમના કર્મચારીઓને કાઢી રહી છે. કંપની પર વધતા ખર્ચનું ભારણ ઘટાડવા મોટી મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી નફો વધારવા માટે મથી રહી છે તેની વચ્ચે આજે ફરી એક સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્વિટર દ્વારા તેમના કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. તેમાં સેલ્સ ટીમના કર્મીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે હજૂ સુધી કોઈ આંકડો બહાર આવ્યો નથી કે કેટલા કર્મીની છટણી કરવામાં આવી છે.


ભારતમાં પણ 3માંથી 2 ઓફિસો કરી બંધ

ટ્વિટર દ્વારા ભારતમાં આવેલી ત્રણ ઓફિસમાંથી બે ઓફિસ બંધ કરી દેવામાં આવી છે. આ ઓફિસ બંધ કરી કામ કરતા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનુ જણાવી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે ટ્વિટરને ફાઈનાન્સીયલ રીતે સ્થિર રાખવા દુનિયાભરની ટ્વિટરની ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે એલોન મસ્કે ટ્વિટરની સેલ્સ ટીમમાંથી કર્મચારીઓને કાઢી નાખ્યાં છે પરંતુ હાલમાં છટણી કરાયેલ લોકોની સ્પષ્ટ સંખ્યા સામે આવેલ નથી. ટ્વિટરે ગયા મહિને 800 સેલ્સ અને માર્કેટિંગનાં કર્મચારીઓને કાઢ્યાં હતાં.


ગત વર્ષે પણ ૨૦૦થી વધારે કર્મીઓને કર્યા હતા નોકરીમુક્ત

ટ્વિટરે આ પ્રથમ વખત તેમના કર્મચારીઓની છટણી નથી કરવામાં આવી. આ પહેલા પણ ૨૦૦થી વધારે કર્મચારીમાંથી અંદાજીત ૯૦ ટકા લોકોને કંપનીનો બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૨૩ના અંત સુધીમાં ફાઈનાન્સીયલ સ્થિતિને સ્થિર કરી દેવા એલન મસ્ક વિચારી રહ્યા છે. અને તેમને નવી દિલ્હી અને મુંબઈની ઓફિસ બંધ કરી દિધી છે. અને બેંગલૂરુમાં આવેલી કંપનીમાંથી જ તમામ લોકો કામ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application