સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માત્ર એક જ અઠવાડિયામાં ઝડપાઇ કરોડોની વીજચોરી

  • May 11, 2023 03:03 PM 



​​​​​​​સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપાય છે માત્ર એકજ અઠવાડિયામાં કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાય છે... માત્ર એક જ વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એટલા રૂપિયાની બીજી ચોરી ઝડપાય છે કે એટલા રૂપિયામાં તો  નગરપાલિકા પોતાનું વાર્ષિક બજેટ આવી જાય...વીજ ચોરી કરનારાઓએ કેટલીક જગ્યાએ  વિજ ચોરી કરવા માટે અવનવી તરકીબો અજમાવી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી જાય...
સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે તેમજ માત્ર એપ્રિલ મહિના માં જ 25 કરોડ થી વધુની વીજ ચોરી ઝડપાઈ છે..તો એક જ વર્ષમાં 218 કરોડ રૂપિયાની અધધ વીજ ચોરી ઝડપી પાડી છે... એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં કુલ 694438 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 84143 વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી.... 500થી વધુ ટીમ દ્વારા આવી જ ચોરી ડામવા માટે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.. નાણાકીય વર્ષ 2022 - 2023 દરમિયાન આવી જ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.. યુ જી વી સી એલ ટીમના નેતૃત્વમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બનાવેલી ટીમ ચેકિંગમાં જતી જોકે આ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરવાની અવનવી તકનીકો પણ સામે આવી હતી.. વીજ ચોરી કરનારા શકશો. ગ્રામ્ય વિસ્તારોમા મુખ્ય વીજ કનેક્શન માંથી ડાયરેક્ટ ચોરી કરતા તો કેટલાક શકશો વીજ મીટરના મુખ્ય સિલમાં છેડછાડ કરી વીજ ચોરી કરતા કેટલાક તો આખો મીટર જ બાળી નાખી વીજ ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application