શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 45.85 લાખની વિજ ચોરી પકડાઇ

  • October 23, 2023 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિવારે 37 ટુકડી દ્વારા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે પટ્ટણીવાડ, કાલાવડ નાકા, ગાંધીનગર, મચ્છરનગર, હાપા, સપડા, પસાયા-બેરાજા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ચેકીંગ: 78 વિજ જોડાણોમાંથી ચોરી મળી આવી


જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં શનિવારે સવારથી સાંજ સુધી વિજ લોશને ડામવા માટે વિજ ચોરી પકડવા મહા અભિયાન હાથ ધરાયું હતું, પોલીસના વિશાળ કાફલા સાથે 37 ટુકડીઓ આ ચેકીંગ કાર્યવાહીમાં જોડાઇ હતી અને આખરે 78 વિજ જોડાણોમાં વિજ ચોરી મળી આવી હતી અને 45.85 લાખનો દંડ ફટકારવામાં આવ્‌યો હતો.


પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્‌યા મુજબ શનિવારે કાલાવડ નાકા, દરબારગઢ, પટણીવાડ, ખોજાનાકા, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વિસ્તાર, મચ્છરનગર, નવાગામ ઘેડ, નંદનવન પાર્ક, હાપા, સપડા, પસાયા-બેરાજા સહિતના વિસ્તારોમાં જુદી-જુદી ટીમો ત્રાટકી હતી, આ કાર્યવાહીમાં પોલીસના 16 જવાન, એસઆરપીના 8 જવાન સાથે રહ્યા હતાં અને દિવસ દરમ્યાન કુલ 476 વિજ જોડાણો ચેક કરવામાં આવ્‌યા હતાં અને જેમાં 78માં ગેરરિતી જણાતા ા.45.85 લાખના બીલો ફટકારવામાં આવ્યા છે.


સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લો વિજ ચોરીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે છે, અહીંયા કાલાવડ નાકા, પટણીવાડ, નવાગામ ઘેડ, હાપા, જીઆઇડીસી, ગાંધીનગર, બેડી, જોડીયા ભુંગા, પટેલકોલોની સહિતના વિસ્તારોમાં સતત વિજ લોશ આવતો હોય આ વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડી પાડવા અભિયાન હાથ ધરવામાં આવે છે, પરંતુ વારંવાર વિજ ચોરી ઝડપાય છે, આમ લાંબા સમય બાદ ફરીથી વિજ ચોરી પકડવાનું અભિયાન શ કરી દેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application