હાલારના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ: રુા.૬૩.૭૦ લાખની વિજ ચોરી પકડાઈ

  • December 29, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ૪૬ ટીમ દ્વારા કાલાવડ નાકા, બેડી, બેડેશ્ર્વર, બાલાચડી, સચાણા અને જામજોધપુર વિસ્તારના વિજ જોડાણો તપાસાયા જેમાં ૯૬ જોડાણમાં ગેરરીતિ

વીજ કંપની દ્વારા આજે સતત દિવસે  જામનગર સહેર તથા સર્કલ નાં જામજોધપુર  પંથક માં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા ૬૩.૭૦  લાખ ની પાવર ચોરી ઝડપી લેવા મા આવી હતી.
પીજીવીસીએલ દ્વારા છેલ્લા દસે’ક દિવસથી જામનગર શહેર અને દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ૦ ટીમો દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. ગઈકાલે અડધા લાખથી ઉપરની વિજ ચોરી પકડાઈ છે. ડાયરેક્ટ લંગરિયા, મીટરમાં ચેડાં સહિતની ગેરરીતિ પકડવામાં પીજીવીસીએલ સફળ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે વિજચોરી પકડાઈ છે.
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા બીજા દિવસે પણ પાવર ચોરી ઝડપી લેવા  ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ ૪૬ ટીમ દ્વારા જામનગર શહેર નાં કાલાવડ નાકા બેડી,બેડેશ્વર , તાલુકા નાં બાલાચડી, સચાણા તેમજ જામજોધપરમાં ગ્રામ્ય  વિસ્તારમાં આજે ૫૦૬ વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૯૬ વીજ જોડાણો માં ગેરરીતિ માલૂમ પડતા તેના આસામીઓને રૂપિયા ૬૩.૭૦ લાખ ના વીજ બિલ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application