વેરાવળ, તાલાલા, સુત્રાપાડા પંથકમાં ૯૪ સ્થળે ૧૨.૩૨ લાખની વીજ ચોરી ઝડપાઇ

  • February 21, 2023 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમના જિલ્લાના મુખ્ય મક વેરાવળ, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ગામોમાં વીજચોરી કરનારા સામે તંત્રએ લાલ આંખ કરેલ છે. એસ.આર.પી. તા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૭૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવેલ જે પૈકી ૯૪ વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં રૂા.૧૨.૩૨ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવેલ છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
છેલ્લાં કેટલાંક સમયી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ વ્યાપક બની ગયેલ હોય અને પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો ‚પિયાનું નુકસાન ભોગવવાનો વારો આવતા નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જતા હોય તેના પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ તો હોવાનું અનુભવાયા વગર રહેતું ની. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. 


પીજીવીસીએલને કરોડો રૂપીયાનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવી રહેલ છે અને આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમના જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની પ્રભાસ પાટણ, પ્રાંચી તેમજ આકોલવાડી પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૭૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૯૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂા.૧૨.૩૨ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application