વીજકર્મીઓની હડતાલ સોમવાર સુધી મુલત્વી

  • June 29, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉર્જામંત્રીની સમિતી સાથે યોજાશે બેઠક

રાજ્યભરના વીજ કર્મચારીઓના સંગઠન દ્વારા વર્ષોથી અણ ઉકેલ રહેલા પ્રશ્નો માટે શરૃ કરાયેલું આંદોલન આગામી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. સોમવારે રાજ્યના ઉર્જામંત્રી સાથે સમિતિના હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી છે. તેમાં આ પ્રશ્નનો નિકાલ કરાશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ગુજરાત એનર્જી્ ટ્રાન્સમીશન કોર્પોરેશન (જેટકો) તથા વીજ કંપનીના ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ વિભાગના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાના અણઉકેલ પ્રશ્નોના નિકાલ માટે શરૃ કરાયેલુ આંદોલન ઉગ્ર બનવાનું હતું. તે દરમિયાન તમામ વીજ કર્મચારીઓના ગુજરાત એન્જિનિયર એસોસિએશન (જીબીઆ)ના વડપણ હેઠળ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ રચવામાં આવી હતી.
ગઈ તા. ર૩થી વર્ક ટુ રુલ આંદોલન શરુ કરાયા પછી અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામવાની તૈયારીઓ કરી હતી. તે પછી ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સાથે કરાયેલી મંત્રણા ફળદાયી નીવડી છે.
આગામી સોમવારે ગાંધીનગરમાં રાજ્યના ઉર્જા મંત્રી સમિતિને રુબરુ મળી યોગ્ય ઉકેલ શોધી આપશે તેવી ખાતરી અપાતા સંકલન સમિતિએ આગામી તા.૩ સુધી આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. દરમ્યાનમાં ડે. સેક્રેટરી જનરલ પથુભા પરમાર અને જામનગરના પ્રચાર મંત્રી દિપકભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application