મુંબઈના દરિયામાં દોડશે ઇલેકિટ્રક વોટર ટેકસી

  • November 20, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડિસેમ્બરથી મુંબઈ સહિત અન્ય સાત સ્થળોએ ઇલેકિટ્રક વોટર ટેકસી સેવા ઉપલબ્ધ થશે. ગોવા અને કોચીમાં ટ્રાયલ ચાલી રહી છે. ઇન્ફિનિટી હાર્બર સર્વિસિસે આ નિર્ણય લીધો છે અને ચાર ઇલેકિટ્રક વોટર ટેકસી સેવાઓ શ કરી છે. તેનાથી દરિયાનું પ્રદૂષણ ઘટશે અને ટેકસી ઓપરેટરના પૈસાની પણ બચત થશે.ઈલેકિટ્રક વોટર ટેકસીઓ ટૂંક સમયમાં માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ સમુદ્ર પર પણ દોડતી જોવા મળશે. ડિસેમ્બરથી મુંબઈ સહિત સાત સ્થળોએ ઇલેકિટ્રક વોટર ટેકસી સેવા ઉપલબ્ધ થશે. ઈન્ફિનિટી હાર્બર સર્વિસે ચાર ઈલેકિટ્રક વોટર ટેકસીઓ સાથે સેવા શ કરવાનો નિર્ણય લીધો છે. ચારમાંથી ૨ બોટ ૨૪ સીટરની છે અને ૨ બોટ સીટરની છે.

કંપનીના જણાવ્યા અનુસાર, મુંબઈની સાથે તેમને એલિફન્ટા, નેલ, કરંજ, રેવાસ, વાશી, જેનપીટ, ઐરોલીના બેલાપુરથી ટેકસી ચલાવવાની પરવાનગી મળી છે.ઈલેકિટ્રક ટેકસીઓ ચલાવવાથી દરિયાઈ પ્રદૂષણ તો ઘટશે જ પરંતુ ઓપરેટરના પૈસાની પણ બચત થશે. ટેકસી ઓપરેટર સોહેલ કાજાનીના જણાવ્યા અનુસાર, એકવાર ફુલ ચાર્જ થયા પછી ઇલેકિટ્રક ટેકસી સતત ચાર કલાક સુધી ચાલી શકે છે. યારે ડીઝલથી ચાલતી વોટર ટેકસી એક કલાકમાં લગભગ ૧૪૦ લિટર ડીઝલનો વપરાશ કરે છે.

દરિયાઈ જીવન માટે લાભકારક
મુંબઈ નજીકના દરિયાકાંઠે દરરોજ સેંકડો નાના–મોટા જહાજોની અવરજવર રહે છે. ડીઝલથી ચાલતા જહાજોના કારણે દરિયામાં વધી રહેલું પ્રદુષણ પ્રશાસન માટે ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા માટે, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ઇલેકિટ્રક બોટને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ પર કામ કરી રહ્યું છે.બીપીટીના ચેરમેન રાજીવ જલોટાના જણાવ્યા અનુસાર જહાજોને વૈકલ્પિક ઈંધણ આપવાથી જહાજોની કિંમતમાં ૪૦ થી ૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. ખર્ચમાં ઘટાડાનો ફાયદો સીધો મુસાફરોને મળશે, પરિણામે પેસેન્જર ભાડામાં પણ ઘટાડો શકય બનશે. વિશ્વના ઘણા દેશોમાં ડીઝલને બદલે વૈકલ્પિક ઈંધણ પર જહાજો ચલાવવામાં આવે છે. આના કારણે ખૂબ જ ઓછા દરે સેવા ઉપલબ્ધ કરાવવા ઉપરાંત દરિયાઈ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે

ગોવા અને કોચીમાં ટ્રાયલ શરૂ કરાઈ
ટેકસીનો ઓપરેટિંગ ખર્ચ બચાવવા માટે, કંપનીએ દરેક ઇલેકિટ્રક ટેકસી પર લગભગ ૨.૫ કરોડ પિયા ખર્ચવા પડા. હાલમાં ગોવામાં ૨૪ સીટર ટેકસીની ટ્રાયલ ચાલી રહી છે અને કોચીમાં ૬ સીટર ટેકસીની ટ્રાયલ ચાલી રહી છે. આ ટેકસી ૧૨ નોટિકલ માઈલની ઝડપે દોડવામાં સક્ષમ છે. આ બોટ દ્રારા લગભગ એક કલાકમાં મુંબઈથી નવી મુંબઈ જઈ શકાય છે. આવતા મહિને ટ્રાયલ રન પૂર્ણ કર્યા બાદ આ ટેકસી મુંબઈ પહોંચશે. હાલમાં બેલાપુરથી એલિફન્ટા, માંડવા અને અલીબાગ વચ્ચે વોટર ટેકસી ચાલે છે.આ ફાયદાકારક રહેશે. ઇલેકિટ્રક વોટર ટેકસીના આગમન સાથે, કંપની ફરી એકવાર મુંબઈથી બેલાપુર ટ પર સેવાઓ શ કરે તેવી અપેક્ષા છે. જાણકારોના મતે આ ટ પર ચાલતી અગાઉની બોટ કરતાં ઈલેકટ્રીક બોટ નાની છે. જેના કારણે બોટનો અમુક ભાગ જ પાણીની નીચે રહેશે. આ કારણોસર, મુંબઈ–બેલાપુર ટ પર ટેકસી ખડક સાથે અથડાવાની શકયતા ઘણી ઓછી છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી ટેકસીઓનું સંચાલન શ કરવાની પરવાનગી આપવામાં આવશે. યારે તેમને ઘરેલુ ક્રુઝ ટર્મિનલથી ઓપરેટ કરવાની પરવાનગી મળી ચૂકી છે. આ સાથે મોટી સંખ્યામાં મુસાફરો ઈલેકિટ્રક ટેકસી દ્રારા મુસાફરી કરી શકશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application