જમ્મુ–કાશ્મીરમાં ચૂંટણી જાહેર: ત્રણ તબક્કામાં મતદાન

  • August 16, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ–કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની ચુંટણીપચં દ્રારા તારીખ જાહેર કરવામાં આવી છે જમ્મુ–કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૮ સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું ૨૫ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન ૧ ઓકટોબરે થશે.જયારે હરિયાણામાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે જે ૧ ઓકટોબરે થશે અને બંને રાયોનું પરિણામ ૪ ઓકટોબરે જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના જણાવ્યા મુજબ હરિયાણામાં બે કરોડથી વધુ મતદારો છે. ૯૦માંથી ૭૩ બેઠકો સામાન્ય છે. અહી ૨૭મી ઓગસ્ટે મતદાર યાદી જાહેર કરવામાં આવશે. હરિયાણામાં ૨૦ હજાર ૨૬૯ મતદાન મથકો છે. ૧૫૦થી વધુ મોડલ બુથ હશે.
હવે જમ્મુ–કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને ૯૦ થઈ ગઈ છે. હવે જમ્મુમાં ૪૩ અને કાશ્મીરમાં ૪૭ સીટો હશે. પીઓકે માટે માત્ર ૨૪ સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે નહીં. યારે લદ્દાખમાં વિધાનસભા નથી. આ રીતે કુલ ૧૧૪ બેઠકો છે જેમાંથી ૯૦ બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજાૈરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક–એક સીટ વધારવામાં આવી છે. જયારે કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

૯૦ સીટોવાળી હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ૩ નવેમ્બરે સમા થઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપ બહત્પમતી હાંસલ કરી શકી ન હતી. બાદમાં ભાજપે દુષ્યતં ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી.

જોકે, આ વર્ષે માર્ચમાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું હતું. હાલમાં હરિયાણામાં એનડીએ પાસે ૪૩ અને ઈન્ડિયા બ્લોક પાસે ૪૨ બેઠકો છે.
૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાયનો દરો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્રારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાયનો દરો પુન:સ્થાપિત થશે.
સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ–કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે ૨૦૨૨ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને ૯૦ થઈ ગઈ છે. આ રીતે જમ્મુની ૪૩ અને કાશ્મીરની ૪૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ૨૦૧૪ માં, લદ્દાખની ૬ બેઠકો સિવાય જમ્મુની ૩૭ બેઠકો અને કાશ્મીર ખીણની ૪૬ બેઠકો સહિત ૮૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.


જમ્મુ–કાશ્મીરમાં ૮૭.૦૯ લાખ મતદારો, ૨૦ લાખથી વધુ યુવાનો
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ–કાશ્મીરના લોકો ચિત્ર બદલવા માંગે છે. તમામ લોકો ચૂંટણી માટે ઉત્સુક છે. ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની પણ મુલાકાત લીધી હતી. અમે હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હાલમાં જમ્મુ–કાશ્મીરમાં ૮૭.૦૯ લાખ મતદારો છે. અહીં ૨૦ લાખથી વધુ યુવાનો છે. આખરી મતદાર યાદી ૨૦ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે


કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી
જમ્મુ–કાશ્મીરમાં ૧૦ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. છેલ્લી વખત અહીં ૨૦૧૪માં ચૂંટણી યોજાઈ હતી. અહીં ૮૭ બેઠકોમાંથી પીડીપીને ૨૮, ભાજપને ૨૫, નેશનલ કોન્ફરન્સને ૧૫ અને કોંગ્રેસને ૧૨ બેઠકો મળી હતી. ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુતી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા. મુતી મોહમ્મદ સઈદનું જાન્યુઆરી ૨૦૧૬માં અવસાન થયું હતું. લગભગ ચાર મહિના સુધી રાયપાલ શાસન લાગુ રહ્યું. બાદમાં તેમની પુત્રી મહેબૂબા મુતી મુખ્યમંત્રી બન્યા. પરંતુ આ ગઠબંધન લાંબું ચાલ્યું નહીં. ૧૯ જૂન, ૨૦૧૮ ના રોજ, ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું. રાયમાં રાયપાલ શાસન લાગુ થયું. અત્યારે ત્યાં લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News