અમારી પાછળ કેમ આવો છો...? કહીને ચુડેશ્વરના વૃદ્ધ પર બે શખ્સો દ્વારા હુમલો

  • March 01, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા પ્રતાપસંગ ખીમાજી જેઠવા નામના 60 વર્ષના ગરાસિયા વૃદ્ધ પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે તેમની આગળ જતા આ જ વિસ્તારના રહીશ રણજીતસિંહ ઉમેદસિંહ જેઠવા અને બહાદુરસિંહ ઉમેદસિંહ જેઠવા નામના બે શખ્સોએ તેમને "અમારી પાછળ પાછળ કેમ આવો છો?"- તેમ કહેતા ફરિયાદી પ્રતાપસંગએ "હું તો અમારા ખેતરે રખોલું રાખવા માટે જાઉં છું"- તેમ કહ્યું હતું.


આનાથી ઉશ્કેરાયેલા બંને આરોપીઓ રણજીતસિંહ અને બહાદુરસિંહે પ્રતાપસંગ જેઠવાને બીભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application