નાના પાંચ દેવડા ગામ પાસે વાહન હડફેટ રાહદારી વૃદ્ધનું મૃત્યુ

  • November 27, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામ નજીક  પગપાળા જઈ રહેલા વૃદ્ધ ને વાહન ચાલકે હડફેટે  લેતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં  દાખલ કરેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા  ગામમાં રહેતા ધીરુભાઈ રામજીભાઈ અભંગી (૭૫) ગત તા. ૨૫ નાં સવારે પોતાના ગામથી મોટા પંચદેવડા ગામ તરફ પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે જી.જે૧૦ટીએક્ષ-૩૯૨૯ નંબરની બોલેરો મેક્ષ પિકઅપ વાહન નાં ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને ધીરુભાઈ ને ઠોકર મારતાં ગંભીર ઈજા થવા થી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે  મૃતક ના પુત્ર ભરત ધીરુભાઈ અભંગી એ વાહન ચાલક સામે પોલીસમાં  ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application