શહેરમાં આરટીઓ તત્રં દ્રારા જુદી જુદી સ્કૂલ પાસે બે દિવસ ડ્રાઈવ હાથ ધરવામાં આવતા પરમીટ વગર સ્કૂલ વર્ધી કરતા ૧૨ વેન ચાલકો તેમજ પુખ્તવય ન હોવા છતાં લાયસન્સ વગર સ્કૂટર હંકારનાર ૮ ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૦ વાહનો ચાલકોને મળી કુલ ૧,૭૨,૦૦૦નો દડં ફટકારવામાં આવ્યો હતો.
સુરત બાદ રાજકોટમાં પણ અન્ડર એજ એટલે કે ૧૮ વર્ષથી નીચેના વિધાર્થીઓ વાહન લઇ સ્કૂલએ જતા હોઈ તેની સામે આરટીઓ તંત્રએ કાર્યવાહી કરવાની શઆત કરી છે, સ્કૂલ વર્ધી માટેની પરમીટ ન હોઈ તેવા વાન ચાલકોને પણ રોકી આકરો દડં ફટકારવામાં આવી રહ્યો છે.
રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચના અને માર્ગ દર્શનથી ઇન્સ્પેકટ વાય. જી. પટેલ, વી.બી.પટેલ, એમ.સી.પારેખ, ડી.પી.જાડેજા સહિતની ટીમે ગઈકાલે અને આજે એમ બે દિવસ જુદી જુદી સ્કૂલ નજીક ચેકીંગ હાથ ધરતા બાળકોને સ્કૂલે મુકવા આવતી ૧૨ જેટલી વાન ચાલકો પાસે વર્ધી માટેની પરમીટ ન હોવાનું સામે આવતા દડં ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કે જેમની પાસે લાયસન્સ ન હોય એવા આઠ વિધાર્થીઓને રોકી તેના વાલીઓને બોલાવી દડં વસુલવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech