વાલકેશ્વરીમાં આવેલા બિલ્ડીંગની અગાસી પરથી નક્ટો પ્રજાતિના બતકના આઠ બચ્ચા મળી આવ્યા

  • August 21, 2024 11:03 AM 

પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ બચ્ચાઓને રેસક્યુ કરી લઈ જામનગરના લાખોટા તળાવમાં તરતા મૂકી દીધા


જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં આવેલા સી.એ. હાઉસ નામના બિલ્ડીંગની અગાસી પરથી આજે સવારે નકટો પ્રજાતિના બતકના નાના નાના આઠ જેટલા બચ્ચાઓ મળી આવ્યા હતા. જે અંગેની બિલ્ડિંગ ના રહેવાસીઓને જાણ થતાં તુરતજ પર્યાવરણ પ્રેમીને બોલાવી લીધા હતા. જેણે એક બાસ્કેટમાં તમામ બતકના બચ્ચાઓનો રેસક્યુ કરી લીધા હતા, ત્યારબાદ તેને જામનગરના લાખોટા તળાવ માં લઈ જવાયા હતા, અને પાણીમાં તરતા મૂકી દેવામાં આવ્યા છે.


જામનગરના જ લાખોટા તળાવમાં અનેક પ્રકારના પક્ષીઓ આવે છે. જે પૈકીના નકટો પ્રજાતિના બતકે ઉપરોક્ત બિલ્ડીંગની અગાસીમાં બચ્ચાને જન્મ આપ્યો હશે, તેમ માનીને તમામ બચ્ચાંઓનું રેસ્ક્યુ કરી લીધું હતું, અને માત્ર પાણીમાં જ રહી શકે તેમ હોવાના કારણે તેને તળાવમાં તરતા મૂકી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News