આજે રાજકોટમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી કાલે બપોર બાદ વિશાળ જુલુસ નીકળશે

  • September 28, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસ્લામ ધર્મના સ્થાપક અને રહેમતુલ્લલીલ આલમીન જેમણે સમગ્ર વિશ્ર્વને શાંતિ, એકતા, ભાઈચારાની ભાવનાનો સંદેશો આપ્યો તે શાંતિદૂત ઈસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મહંમદ પૈયગમ્બર સાહેબના વિલાદત પર્વ ઈદ એ મિલાદ ને દુનિયાભરના મુસ્લિમો શ્રધ્ધાપુર્વક ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ એ મિલાદની ઉજવણી રાજકોટ શહેરમાં શાંતિ, અમન, ભાઈચારાની ભાવનાથી કરવામાં આવનાર છે. ત્યારે શહેરમાં રામનાથપરા ગ‚ડ ચોક અને સદર વિસ્તારમાંથી એમ બે મુખ્ય જુલુસ નીકળશે. આ ઉપરાંત અન્ય વિસ્તારના નાના નાના જુલુસો પણ નીકળશે. આ જુલુસ શહેરના ત્રિકોણબાગ ખાતે એકઠા થઈ મુખ્ય વિશાળ જુલુસ સાથે ઢેબર ચોક વનવે નાગરીક બેંક ચોક, ખટારા સ્ટેન્ડ, હોસ્પિટલ ચોક થઈ સલાતો સલામ સાથે હઝરત ગેબનશાપીર દરગાહ ખાતે સમાપન થશે. આ જુલુસમાં અંદાજે ૨ લાખ હિન્દુ-મુસ્લિમ બિરાદરો જોડાશે. 


તા.૨૭ને બુધવારની મોટી રાત કહેવાય છે. બુધવારે શહેરની તમામ મસ્જીદો, મુસ્લિમ સમાજના ઘર અને મહોલ્લાને શાનદાર રોશનીથી શણગાર કરવામાં આવે છે. બુધવારે આખીરાત શહેરની ૪૨ જેટલી મસ્જીદોમાં મોટી રાતની નમાજ અદા કરવામાં આવશે. આ ઉપરાંત હુઝુરના બાલ મુબારકના દિદાર પણ ઘણી મસ્જીદોમાં મુસ્બિલ બિરાદરો કરશે અને વહેલી સવારે સલાતો સલામ બાદ ફઝરની નમાજ અદા કરવામાં આવશે. ત્યારબાદ મુસ્લિમોના પવિત્ર આકા મહાન પથદર્શક તાજદારે મદીના આકાએ નામદાર મહંમદ મુસ્તફા સલલ્લાહો અલહે વસ્સલમના વિલાદત પર્વના મુબારક વધામણા કરાશે. 
આ ઉપરાંત જુલુસના આગલા દિવસે ગુ‚વાર તા.૨૮ના સવારે યૌમુન્નબી કમીટી દ્વારા સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવવામાં આવશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, બાળકીઓને ભોજન, વૃધ્ધાવસ્થામાં ભોજન, ભુલકાઓને રમકડા વિતરણ, પશુઓને ઘાસચારો વગેરે જેવા કાર્યો કરી મુસ્લિમ સમાજ દ્વારા માનવતાની જયોત પ્રગટાવવામાં આવશે. 
​​​​​​​
શુક્રવાર તા.૨૯ના બપોરના ૨ કલાકે જુલુસ નીકળશે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આકર્ષક ફલોટસ, ટ્રક, મોટર, રીક્ષા, બાઈક સહિતના વાહનોમાં દુધની ડેરી, જંગલેશ્ર્વર, બાપુનગર, બાબરીયા કોલોની, ગોકુલનગર, થોરાળા, ભગવતીપરા, ગંજીવાડા, માજોઠીનગર, રામનાથપરા, ઘાંચીવાડ વગેરે વિસ્તારનું જુલુસ રામનાથપરા ગ‚ડ ચોક ખાતે પહોંચશે. ત્યાંથી કોઠારીયા નાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાપુના બાવલા પાસે થઈ ઢેબર ચોકમાં પહોંચશે. જયાંથી સદર વિસ્તારના રૈયા ગામ, નુરાનીપરા, નહે‚નગર, લક્ષ્મીનગર, ભીસ્તીવાડ, પોપટપરા, મોચીબજાર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, સદર, ‚ખડીયા કોલોની વગેરે વિસ્તારનું જુલુસ ફુલછાબ ચોકમાં ભેગા થઈને સદર બજાર, હરીહર ચોક, જયુબેલી ચોક, એસબીએસ ચોકથી ત્રિકોણબાગ થઈને શહેરી વિસ્તારના જુલુસમાં સામેલ થઈ ઢેબર રોડ વનવે નાગરીક બેંક ચોક, હોસ્પિટલ ચોક થઈને હઝરત ગેબનશાપીરની દરગાહ ખાતે રાત્રે સલાતો સલામ સાથે વિસર્જન કરવામાં આવશે. 
આ ઉપરાંત બીજુ જુલુસ રૈયા નુરાનીપરા, નહે‚નગર, લક્ષ્મીનગર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, પોપટપરા, ભીસ્તીવાડ, નાણાવટી ચોક, મોચીબજાર અને સદરના જુલુસ ફુલછાબ ચોકમાં ભેગા થઈ સદર જામ એ મસ્જીદના પેશ ઈમામ હાફીઝ હાજી અકરમ સાહેબની તથા સૈયદ હાજી મહેબુબ બાપુ કાદરીની આગેવાની હેઠળ નીકળશે. તેમજ સદરના જુલુસ ફુલછાબ ચોકમાં એકત્રીત થશે અને ત્યાંથી હજારો માણસો સાથે ૪૦૦ થી ૫૦૦ વાહનો સાથે જુલુસ શ‚ થશે. ફુલછાબ ચોકથી શ‚ થઈ આ જુલુસ સદર, હરીહર ચોક, જયુબેલી ચોક, ઢેબર રોડ, નાગરીક બેંક ચોક, શાક માર્કેટ રોડ, હોસ્પિટલ ચોક થઈને જામટારવ પાસેથી કલેકટર બંગલા પાસેથી હઝરત ગેબનશાપીર દરગાહ ખાતે સલાતો સલામ સાથે રાત્રીના વિસર્જન થશે. જુલુસ દરમ્યાન વિવિધ સ્થળોએ હિન્દુ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા જુલુસનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. જુલુસમાં મુસ્લિમ બિરાદરો શુક્રવારે બપોરે પોતાના ધંધા રોજગાર બંધ રાખી જુલુસમાં જોડાઈને હુઝુરની આન બાન અને શાનમાં વધારો થાય તે માટે ઉમટી પડવા અપીલ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application