કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્રારા બેંક ફ્રોડ સાથે સબંધિત મામલે ગુજરાત અને મહારાષ્ટ્ર્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર્રના રાજકીય વર્તુળોમાં 'વોટ જેહાદ'ના નામથી ચર્ચિત આ બેન્ક એકાઉન્ટ કૌભાંડ કેસમાં હવે કેન્દ્રીય તપાસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તપાસ એજન્સી દ્રારા ૧૪મી નવેમ્બરની સવારથી જ આ કેસમાં ૨૩થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ આપવામાં આવી રહ્યો છે. જોકે વિપક્ષ દ્રારા આ કાર્યવાહીને રાજકીય વેરવૃત્તિ પ્રેરિત ગણાવવામાં આવી હતી.
તપાસ એજન્સીએ ૧૪ નવેમ્બરે સવારે લગભગ ૬:૦૦ વાગ્યાથી ગુજરાતના અમદાવાદમાં ૧૩ સ્થળોએ, સુરતમાં ૩ સ્થળોએ, મહારાષ્ટ્ર્રના માલેગાંવ અને નાસિકમાં ૨ સ્થળોએ તેમજ મુંબઈમાં પાંચ સ્થળોએ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીના વરિ સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર્ર સાથે કનેકશન છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઈમાં છેલ્લા થોડા સમય પહેલા ભાજપના નેતા કિરીટ સોમૈયા દ્રારા 'વોટ જેહાદ' કૌભાંડનો કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તેમના દ્રારા એ દાવો કરવામાં આવ્યો હતો કે, હવાલા વેપારીઓ મારફતે માલેગાંવ સ્થિત એક બેંકમાં આશરે . ૧૨૫ કરોડ પિયા જે અલગ–અલગ બેંક ખાતામાં આવ્યા હતા, પછી અલગ–અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને તેને વહેંચવામાં આવ્યા હતા. જે હવાલા કારોબાર સાથે જોડાયેલો મામલો છે અને તે પૈસાનું મહારાષ્ટ્ર્ર ચૂંટણી પહેલા અનેક શંકાસ્પદ રીતે લેવડ–દેવડ થયું હોવાનો આરોપ લાગ્યો છે.
આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી તરીકે લગભગ ૪૩ વર્ષીય સિરાજ અહેમદ હાન મેમણનું નામ સામે આવ્યું છે, જે ચા અને ઠંડા પીણાની એજન્સી ચલાવવાનું કામ કરે છે. આ આરોપીએ અનેક ખેડૂતો અને અન્ય ફરિયાદીઓ પાસેથી મોબાઈલ સીમકાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોના આધારે છેતરપિંડીને અંજામ આપ્યો હતો. વાસ્તવમાં સિરાજ અહેમદે સેંકડો ખેડૂતો અને અન્ય લોકોને એક નવા મોડલ સાથે કોર્નનો બિઝનેસ કરવાનું અને તે મોડુલમાંથી અનેક ગણી કમાણી કરવાનું સપનું દેખાડું હતું, ત્યાર બાદ એ લોકોના નામ પરથી સિમ કાર્ડ, આધાર કાર્ડ વગેરે લઈને કરોડો શંકાસ્પદ લેવડ–દેવડની છેતરપિંડીના મામલાને અંજામ આપ્યો હતો.
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે, નકલી દસ્તાવેજો અને નકલી કેવાયસી દ્રારા કથિત રીતે અનેક બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ખાતાઓનો ઉપયોગ વોટ જેહાદના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે બેંકિંગ સિસ્ટમનો દુપયોગ કરીને જનપ્રતિનિધિત્વ અને લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીના વરિ સૂત્રએ જણાવ્યું કે, આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસની પ્રારંભિક તપાસ દરમિયાન, ધનરાજ એગ્રો, ગંગાસાગર એન્ટરપ્રાઈઝના નામ પણ સામે આવ્યા છે, યાં અનેક શંકાસ્પદ રીતે ઘણા બેંક ખાતા ખોલવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં નોંધાયેલી પ્રમાણે સિરાજ અહેમદે પોતે પોતાના નામે અને તેના મિત્રો તથા પરિવારના નામે ૧૨ બેંક ખાતા ખોલાવ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જે ૧૪ બેંક ખાતાઓ ૨૩ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબરની વચ્ચે ખોલવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર્ર ચૂંટણીના ઠીક પહેલા યારે અચાનક તે ખાતાઓમાં કરોડો પિયા આવવા લાગ્યા અને અન્ય ખાતામાં ટ્રાન્સફર થવા લાગ્યા ત્યારે આ મામલોતપાસ એજન્સીના રડાર પર આવ્યો. તપાસ એજન્સી લગભગ ૧૫૩ બેંક શાખાઓ સાથે સંબંધિત આ મામલામાં તપાસ પ્રક્રિયાને આગળ વધારી રહી છે. જે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર્ર સાથે કનેકશન ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech