ભારતીય કંપ્નીઓએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં 32 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂપિયા 23 લાખ કરોડના આંકડા કરતાં 39 ટકા વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2024 સુધી રૂપિયા 13.63 લાખ કરોડનું વર્ક-ઇન-પ્રોગ્રેસ છે, જે દશર્વિે છે કે આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળશે. નાણાકીય વર્ષ 23 માં સરકારી રોકાણ જીડીપીના 4.1 ટકાએ પહોંચ્યું, જે નાણાકીય વર્ષ 2012 પછી સૌથી વધુ છે. તે જ સમયે, ખાનગી ક્ષેત્રનું રોકાણ જીડીપીના 11.9 ટકા રહ્યું છે અને આ નાણાકીય વર્ષ-16 પછી સૌથી વધુ છે. આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં આવતા નાણાકીય વર્ષ 24ના પ્રારંભિક ડેટામાં ખાનગી ક્ષેત્રનું રોકાણ જીડીપીના 12.5 ટકા હોય શકે છે. ભારતીય અર્થતંત્રમાં રોકાણકારોનો વિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે.
રિપોર્ટમાં ભારતીય કંપ્નીઓના ગ્રોસ બ્લોકમાં વૃદ્ધિને પણ પ્રકાશિત કરવામાં આવી છે. લગભગ 4500 લિસ્ટેડ કંપ્નીઓએ માર્ચ 2024 સુધીમાં તેમના ગ્રોસ બ્લોકને સામૂહિક રીતે વધારીને રૂપિયા 106.5 લાખ કરોડ કર્યો હતો, જ્યારે માર્ચ 2020માં તે 73.94 લાખ કરોડ રૂપિયા હતો. આ છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 8 લાખ કરોડથી વધુનો વાર્ષિક વધારો દશર્વિે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂપિયા 5,97,921 કરોડના રોકાણની 1493 જાહેરાતો, પાવર સેક્ટરે રૂપિયા 13,58,783 કરોડનું રોકાણ, ખાણકામ ક્ષેત્રે રૂપિયા 56,628 કરોડના 72 પ્રોજેક્ટ, ઓઇલ સેક્ટરમાં રૂપિયા 35,623 કરોડના 62 પ્રોજેક્ટ માટે રોકાણ થયું છે.
એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી) એ ભારતીય કંપ્નીઓ માટે ભંડોળનો મુખ્ય સ્ત્રોત છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં 190.4 બિલિયન ડોલરના મૂલ્યના ઇસીબી બાકી હતા. અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં તેમાં વધારો થયો છે. આમાં નોન-રૂપી અને નોન-એફડીઆઈ ઘટકોનો હિસ્સો 155 બિલિયન ડોલર હતો. તે હેજિંગ દ્વારા વધુ સ્થિરતા મેળવે છે. આ ઋણમાં ખાનગી કંપ્નીઓનો હિસ્સો 63 ટકા (97.58 બિલિયન ડોલર) છે. તેમાંથી 74 ટકા એક્સપોઝર હેજ્ડ છે. તે જ સમયે, આમાં સરકારી કંપનીઓની ભાગીદારી 37 ટકા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ડેટા ખાનગી કંપ્નીઓના ભારતની આર્થિક સંભાવનાઓ પરના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જે સહાયક સરકારની નીતિઓ અને માળખાકીય વિકાસ દ્વારા પ્રોત્સાહન આપે છે. આનાથી આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ મળવાની અપેક્ષા છે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો નાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech