ભાંગના છોડમાંથી બનાવાઈ રહ્યા છે ઈકો ફ્રેન્ડલી કપડા

  • December 29, 2023 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોધપુર ભાંગનો ઉપયોગ માત્ર નશા માટે જ નહિ પરંતુ કપડા બનાવવામાં પણ થઇ શકે છે ! છેને થોડી આશ્ચર્યની વાત. જોધપુરના બે યુવાનોએ સ્ટાર્ટઅપ અંતર્ગત આ કામ શ કયુ છે ભાંગના છોડમાંથી તૈયાર કરાયેલા કપડાની ચાર દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.
જોધપુરના બે યુવાનોએ સ્ટાર્ટઅપ અંતર્ગત આ કામ શ કયુ હતું. હવે તેમનો આગામી ટાર્ગેટ રાજસ્થાન સરકાર સાથે જોડાણ કરીને આ પ્રોજેકટને નવો આયામ આપવાનો છે.

જોધપુરના યુવક અંકિત નાગૌરી અને આકાશ સેને વર્ષ ૨૦૨૧માં ઈકો અર્થ નામનું સ્ટાર્ટઅપ શ કયુ. અંકિત કહે છે કે અમારો ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. આ યુવાનોનું કહેવું છે કે શઆતમાં લોકોને સમજાવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ભાંગમાંથી બનેલા કપડાની માંગ ઘણી વધી ગઈ છે.
કોટન અને ભાંગના કપડાસમાં શું અંતર છે તે અંગે વાત કરતા કહ્યું કે કપાસને ભાંગ કરતાં બમણી જગ્યાની જર પડે છે.
એક કિલો કપાસનું ઉત્પાદન કરવા માટે ૯ લિટર કરતાં વધુ પાણીની જર પડે છે, યારે ભાંગ માત્ર૨ લિટર પાણીમાં ઉગે છે. હેમ્પ ફાઇબર કપાસ કરતા ૪ ગણા વધુ ટકાઉ હોય છે. કપાસ કરતાં વધુ ઝડપથી વિઘટન થાય છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખડં સરકારે ભાંગની ખેતીને કાયદેસર કરી દીધી છે. બંને યુવાનો ઉત્તરાખંડમાં છોડ ઉગાડે છે અને તેને ફાઇબરના પમાં જયપુર લાવે છે. અને કપડાંનું સ્વપ આપવામાં આવે છે. આ પછી આ કાપડ દેશ–વિદેશમાં જાય છે. ભાંગના છોડમાંથી બનેલા મોટાભાગના કપડાં એકસપોર્ટ થાય છે.
ભાંગના છોડમાંથી બનાવેલા કપડામાંથી પેઇન્ટ–શર્ટ ઉપરાંત શૂઝ, ધાબળા, બેગ, બેડશીટ, ટોપી, મોજા અને ટુવાલ બનાવી શકાય છે. આ સાથે બાંધકામ સામગ્રી જેમાં હેમ્પક્રીટ અને પ્લાસ્ટર પાવડર પણ બનાવવામાં આવે છે.
 આ સિવાય ભાંગના બીજ, તેલ, દૂધ અને અન્ય ખાધપદાર્થેા પણ બનાવવામાં આવે છે જેને સરકારે કાયદેસર કરી દીધા છે. આ ઉપરાંત ભાંગના છોડમાંથી કાગળ, બાયો યુઅલ, કોસ્મેટિક વસ્તુઓ પણ બનાવવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application