ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ બજારમાં ફળોના રાજા કેરીની ધૂમ જોવા મળી રહી છે. તેની સાથે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે પરંતુ તે સિવાય આ સિઝનમાં મેંગો શેઇક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કેટલાક લોકો ઉનાળાની રાહ એટલા માટે જોતા હોય છે કે તેઓ તાજી કેરીમાંથી બનાવેલ મેંગો શેઇક અને તેમાંથી બનેલી વાનગીઓનો આનંદ માણી શકે. જ્યાં એક તરફ કેરી ખાવાના ઘણા ફાયદા છે તો બીજી તરફ દરરોજ કેરી ખાવાથી ઘણા નુકસાન પણ થઈ શકે છે.
ઉનાળામાં મેંગો શેઇક સૌથી વધુ પસંદ કરવામાં આવતું પીણું છે. આ સિઝનમાં આઇસક્રીમમાં મેંગો શેઇક મિક્સ કરીને પીવાનો અલગ જ આનંદ હોય છે. દરરોજ મેંગો શેક પીવાથી થોડું નુકસાન થઈ શકે છે.
વધુ પ્રમાણમાં મેંગો શેઇક પીવાથી થાય છે આટલા નુકસાન
1. પેટમાં ગરમી વધી શકે છે
ઉનાળાની ઋતુમાં રોજ મેંગો શેક પીવાથી પેટમાં ગરમી વધી શકે છે. વાસ્તવમાં, કેરી પ્રકૃતિમાં ગરમ હોય છે જેના કારણે તે પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલું જ નહીં, તે તમારા શરીરમાં ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે અને તેની સાથે તમને પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.
2. પેટમાં દુખાવાની સમસ્યા
કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જેના કારણે પાચનમાં તકલીફ થઈ શકે છે. તેના કારણે પેટનું ફૂલવું અને આંતરડાની સમસ્યા પણ થઈ શકે છે.
3. બ્લડ સુગર લેવલમાં વધારો
કેરીમાં પ્રાકૃતિક શુગર જોવા મળે છે, જેના કારણે કેરીનો વધુ પડતો શેઇક ખાવાથી અથવા વધુ પડતી કેરી ખાવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ કેરી ખાવાનું ટાળવું જોઈએ.
4. કેલરી
મેંગો શેઇકમાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. તેમાં ખાંડ અને ચરબી બંનેનો સમાવેશ થાય છે. જો જરૂર કરતાં વધુ મેંગો શેક પીશો તો વજન પણ વધી શકે છે. જો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય તો મેંગો શેક અથવા કેરીમાંથી બનાવેલી કોઈપણ વાનગી ન ખાવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech