બીમાર પડવું મોંઘું બનશે: દવાના ભાવમાં વધારો થવાની સંભાવના

  • March 19, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાસ્તવમાં દેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શ થઈ ગઈ છે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે. તો પણ કેટલીક આવશ્યક દવાઓના ભાવ વધી શકે છે. કિંમતો વધારવાનો આ નિર્ણય ૧ એપ્રિલથી લાગુ થઈ શકે છે.આ દવાઓમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિકસ સહીત ૮૦૦ પ્રકારની દવાઓ સામેલ છે.જયારે કોઈ પણ બીમારી આવે ત્યારે તે ચિંતા વધારી દે તે સ્વાભાવિક છે જ. હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે ૧ એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવ વધી શકે છે. જોકે આ વધારો નજીવો હોવાનું કહેવાય છે.

ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોનો શો મત છે?
ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષેામાં કેટલીક મોટી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘટકોની કિંમત ૧૫% થી ૧૩૦% ની વચ્ચે વધી છે. તેમાંથી, પેરાસિટામોલની કિંમતમાં ૧૩૦% અને એકિસપિયન્ટસની કિંમતમાં ૧૮–૨૬૨%નો વધારો થયો છે. ગ્લિસરીન અને પ્રોપીલીન ગ્લાયકોલ, સિરપ સહિતના સોલવન્ટસ અનુક્રમે ૨૬૩% અને ૮૩% મોંઘા થયા છે. મધ્યસ્થીની કિંમતોમાં પણ ૧૧% થી ૧૭૫% ની વચ્ચે વધારો થયો છે. પેનિસિલિન જી ૧૭૫% મોંઘું થયું છે.

સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને મંજૂરી આપવા તૈયાર
એક અહેવાલ અનુસાર, સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબધં ભાવ સૂચકાંકમાં ફેરફાર અનુસાર ભાવ વધારવાની મંજૂરી આપવા તૈયાર છે. વધતી મોંઘવારીને જોતા ફાર્માસ્યુટિકલ ઉધોગ દવાઓના ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યો હતો.જથ્થાબધં ભાવ સૂચકાંક માં વાર્ષિક ફેરફારને અનુપ સરકાર .૦૦૫૫% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. જો કે, ગયા વર્ષે અને અગાઉ ૨૦૨૨ માં દવાઓની કિંમતમાં રેકોર્ડ ૧૨% અને ૧૦% નો જંગી વધારો કર્યા પછી આ એક નજીવો વધારો હશે. વર્ષમાં એકવાર દવાઓની કિંમતમાં ફેરફાર કરવાની મંજૂરી છે


આવશ્યક દવાઓ શું છે?
આ સૂચિમાં તે દવાઓનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે. આવશ્યક દવાઓની સૂચિમાં પેરાસિટામોલ જેવી દવાઓ, એઝિથ્રોમાસીન જેવી એન્ટિબાયોટિકસ, એનિમિયા વિરોધી દવાઓ, વિટામિન્સ અને ખનિજોનો સમાવેશ થાય છે


શું વધારો જરૂરી છે?
અગાઉ, ૧,૦૦૦ થી વધુ ભારતીય દવા ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા એક લોબી જૂથે પણ તાત્કાલિક અસરથી ભાવ વધારવા માટે સરકાર પાસે પરવાનગી માંગી હતી. તેઓ કહે છે કે ઉધોગ વધતા ઈનપુટ ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે, એક એનજીઓ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉના બે મોટા વધારા પછી આ રાહત હશે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application