૩૦૦ મીટરની રેન્જમાં ડ્રોન ઉડાડવાની મનાઈ હોવા છતાં દ્વારકાનાં જગતમંદિર પર ડ્રોન કેમેરો ઉડતાં અનેક તર્ક વિતર્કો

  • December 29, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના જગત મંદિરની ઝેડ પ્લસ સુરક્ષા મુકરર થઈ છે અને આ મંદિર પર આતંકવાદીઓનો ડોળો રહેતો હોવાથી અહી સુરક્ષામાં કોઈ ચૂક ચલાવી લેવામાં આવતી નથી. આમ છતાં અહી જગતમંદિર પર ગયકાલે સવારના સમયે એક ડ્રોન કેમેરો ઉડીને પસાર થતાં લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
દુશ્મન દેશ અને આતંકવાદીઓની નજરમાં રહેલા આ હિન્દુ મંદિર પર સતત આતંકનો ડોળો રહેલો છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૫ની સાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન દ્વારકાધીશ મંદિરને સ્પેશ્યલ ટારગેટ કરીને અનેક બોમ્બ ફેકવામાં આવ્યા હતા.
આ મંદિરને એક પણ ખરોચ આવી ન હતી. એ પછી મંદિરની સુરક્ષા બાબતે સુરક્ષા એજન્સીઓ અને સરકાર વધારે સતર્ક રહી છે. છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી દ્વારકાના મંદિરમાં સુરક્ષા વધારી દેવાઈ છે. જિલ્લા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વારંમવાર લોકદરબાર અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજીને સુરક્ષામાં લોકો સહયોગી બને અને મંદિર પર ડ્રોન કેમેરા કે ન ઉડે એવી કોઈ વસ્તુ ન ઉડાડવા કહેતા હોય છે.
અહી મંદિરના ૩૦૦ મીટરના એરિયામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આમ છતાં આજે અહી  એક ડ્રોન મંદિર પર ઉડતું ઉડતું પસાર થઈ  જતાં આ વખતે અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આ ડ્રોન કોનુ હતુ ? શા માટે ઉડ્યું એવા અનેક સવાલો ખડા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application