લેન્ડ ગ્રેબિંગમાં ધરખમ ફેરફાર: સરકારનું જાહેરનામું

  • January 01, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ના જાહેરનામામાં રાય સરકાર દ્રારા ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર ટકોરથી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર સંબંધે પ્રસિધ્ધ થયેલા જાહેરનામામાં હવે લેન્ડ ગ્રેબીંગનો કેસ કરતા પુર્વે બન્ને પક્ષકારને રૂબરૂ સાંભળવા પડશે. અત્યાર સુધી કલેકટર તંત્રમાં લેન્ડ ગ્રેબીંગ સંબંધી ચાલતી કામગીરી માટે અલગ મહેકમ ઉભું કરવા સહિતના સાત ફેરફારો સાથે માર્ગદર્શીકા નકકી કરાઈ છે અને મહેસુલ વિભાગ દ્રારા આ નવી માર્ગદર્શિકા તમામ કલેકટર, મ્યુનિ. કમિશનર, જિલ્લ ા વિકાસ અધિકાર, ગાંધીનગર સ્થિત સંબંધીત સચિવાલય, પોલીસ કમિશનર અને જિલ્લ ા પોલીસ વડા તથા ગુજરાત હાઈકોર્ટને પણ જાણકારી કરાઈ છે.
લેન્ડ ગ્રેબીંગના કેસ હાઈકોર્ટમાં પહોંચતા હતા અને આવા કેસ સંદર્ભે કોઈને કોઈ બન્ને પક્ષકાર દ્રારા મુદ્દાઓ કે વાંધાવચકા રજુ થતા હતા. લેન્ડ ગ્રેબીંગ એકટ લગાવવા બાબતે સંબંધીત તત્રં દ્રારા ઉતાવળ થઈ હોય એક પક્ષીય નિર્ણય લેવાયા હોય તેવા આક્ષેપ થતા હતા. અન્ય બાબતો પણ ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્રારા રાય સરકારને અલગ મહેકમ રચવા સહિતના અન્ય ફેરફાર બાબતે ઓરલ ઓર્ડર ગત તા.૪૧૨ના રોજ કર્યેા હતો.
રાય સરકાર દ્રારા ગુજરાત હાઈકોર્ટના આ આદેશને ધ્યાને લઈને લેન્ડ ગ્રેબીંગના નિયમમાં જરૂરી ફેરફાર કરવા માટેની ઉચ્ચ અધિકારીઓ અનેે નિષ્ણાંતો સાથે અભ્યાસ કરીને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં લેન્ડ ગ્રેબીંગ એકટની કાર્યવાહી માટે દરેક જિલ્લ ાવાઈઝ તમામ કલેકટરે અલાયદુ મહેકમ ઉભું કરવાનું રહેશે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, બનાસકાંઠા, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લ ાની કચેરીમાં આ મહેકમમાં બે નાયબ મામલતદાર, બે જુનીયર કલાર્ક, જયારે અન્ય તમામ જિલ્લ ાઓમાં એક નાયબ મામલતદાર અને એક જુનીયર કલાર્ક મુકવાના રહેશે અને આ કર્મચારીઓએ લેન્ડ ગ્રેબીંગ અધિનિયમને લગતી કામગીરી કરવાની રહેશે.
રાય સરકાર દ્રારા ૧૬૧૨૨૦૨૦ના જાહેરનામાથી રચાયેલી સમિતિના અધ્યક્ષને યોગ્ય નિર્ણય લેતા પહેલા પક્ષકારોને જરૂરી નોટીસ આપવાની રહેશે. સમિતિના નિર્ણયની જાણ પક્ષકારને કરવાની રહેશે. લેન્ડ ગ્રેબીંગ હેઠળ આવેલી અરજી ફરિયાદની તપાસમાં મહેસુલ રેકર્ડ સહિતના પક્ષકારો દ્રારા રજુ કરાયેલા દસ્તાવેજોને ધ્યાને લઈને તપાસનો અહેવાલ રજુ કરવાનોે રહેશે. લેન્ડ ગ્રેબીંગ કમીટીના તમામ સભ્યોએ રૂબરૂ સુનાવણી વખતે હાજર રહેવું પડશે અને જો કોઈ આકસ્મીક કારણોસર હાજર ન રહે તો વિડીયો કોન્ફરન્સથી પણ હાજર રહેવું પડશે. આ કમીટીએ બન્ને પક્ષકારને નોટીસ કરી સાંભળવાના રહેશે. કમીટીનું કોરમ પુર્ણ થાય અને તેમાં લેવાયેલો નિર્ણય જ માન્ય રહેશે. રાય સરકારની આ નવી માર્ગદર્શિકાનું તમામ કલેકટરે પાલન કરવાનું રહેશે તેવું રાયપાલના હત્પકમ સાથે રાય સરકારના મહેસુલ વિભાગના ઉપસચિવ રાજ નમેરા દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application