ડ્રામા ક્વીન રાખી સાવંતની સૌતનની તસ્વીરો આવી સામે, આદીલ સાથેના ફોટોસ થયાં વાયરલ 

  • February 07, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડ્રામા ક્વીન રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન આદિલ ખાનની નવી ગર્લફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. એક છોકરી સાથે આદિલની અંગત તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે, તસવીરોમાં આદિલ અને ગર્લફ્રેન્ડ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે.

ફ્લોરલ રેડ-બ્લેક પ્રિન્ટેડ શર્ટ પહેરેલો આદિલ દુર્રાની યુવતીને ગળે લગાવે છે અને સેલ્ફી લઈ રહ્યો છે.રિપોર્ટ્સ અનુસાર, આદિલ આ છોકરીને રાખી સાવંત સાથે ગુપ્ત રીતે ડેટ કરી રહ્યો છે.જો કે આદિલ સાથે આ યુવતી કોણ છે અને ક્યાંથી છે તે અંગે કોઈ માહિતી નથી.

​​​​​​​

આદિલની નવી ગર્લફ્રેન્ડને જોઈને રાખીના ફેન્સ પણ આદિલને ટ્રોલ કરી રહ્યા છે. રાખી સાવંતે થોડા દિવસો પહેલા આદિલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, લગ્ન તૂટ્યા બાદ અભિનેત્રી મીડિયા સામે રડી પડી હતી.થોડા મહિના પહેલા આદિલ અને રાખી સાવંતે પોતાના કોર્ટ મેરેજનો ખુલાસો કર્યો હતો, બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા પણ વાયરલ થયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application