અયોધ્યામાં શરૂ થશે ડબલ ડેકર ક્રૂઝ

  • February 23, 2023 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશી બાદ હવે વધુ એક પૌરાણિક શહેરમાં ડબલ ડેકર ક્રૂઝ દોડશે આ શહેર એટલે કે, ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યા છે. જયાં ભકતો ભકતો સરયુમાં ડબલ ડેકર ક્રૂઝમાં પ્રવાસ કરી શકશે તેમજ રામજીવન સંબંધિત દ્રશ્યો પણ નિહાળી શકશે આ સાથે જ ક્રૂઝમાં રામના ભજનો પણ સાંભળવાનો લાભ મળશે.
જાન્યુઆરી–૨૦૨૪માં ભગવાન રામ ભવ્ય મંદિરમાં બિરાજે તે પહેલા અયોધ્યા આવનારા શ્રધ્ધાળુઓને યોગી સરકાર સૌથી મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. અયોધ્યામાં ડબલ ડેકર ક્રૂઝ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.


ડબલ ડેકર ક્રૂઝ બનાવવા માટે સરયુના કિનારે વર્કશોપ બનાવવામાં આવી રહ્યું છે કેરલથી ક્રૂઝના પાર્ટ અયોધ્યાના આ વર્કશોપમાં પહોંચશે ત્યારબાદ તેને એસેમ્બલ કરીને ક્રૂઝનું નિર્માણ થશે આ ડબલ ડેકર ક્રૂઝની લંબાઈ ૨૬ મીટર અને પહોળાઈ ૮.૩ મીટર હશે.


આ ક્રૂઝ ઈંધણ પર ચાલવાના બદલે ઓલાર પેનલથી ચાલશે સોલાર પેનલમાંથી ઉર્જા સંગ્રહ માટે તેમાં મોટી બેટરી પણ બનાવવામાં આવશે તેના પહેલા માળે ૭૨થી ૧૦૦ લોકો માટે બેઠક વ્યવસ્થા હશે જયારે ઉપરનો માળ ખાલી હશે ત્યાં ભકતો ઉભા રહીને સરયુના પ્રાકૃતિક સાૈંદર્યને માણી શકશે સાથે જ ત્યાં વિવિધ ધાર્મિક પ્રોજેકટ એન્જિનિયર જોન મેથ્યુએ જણાવ્યું કે, ક્રૂઝ બનાવવા માટે કાચા માલ અને મોલ્ડ સહિતની તમામ સામગ્રી કેરલથી લાવવી પડશે તેમાં ૧૦૦ વ્યકિતની બેઠક વ્યવસ્થા સાથે બેડરુમની પણ વ્યવસ્થા હશે.

હાલ કાર્ય પૂર્ણ થવાની તારીખ જાહેર કરવામાં નથી આવી અયોધ્યાના ડીએમ નીતિશકુમારે જણાવ્યું કે, ક્રૂઝ સૌર ઉર્જાથી ચાલતુ હોવાથી તેને ગ્રીન એનર્જી કંપની ચલાવશે દિવાળી પહેલા તેને શરૂ કરવાનું લય છે.
આ ડબલ ડેકર ક્રૂઝમાં કેન્ટિન સહિત દરેક સુવિધા હશે ભગવાન રામના જીવનચરિત્રો પર ફિલ્મ બતાવવામાં આવશે તેમજ ક્રોતનું પણ પઠન કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application