શું તમે સંરક્ષણ દળમાં જોડાવા માગો છો ? તો તમારા માટે ઉત્તમ તક....

  • June 01, 2023 11:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સંરક્ષણ દળમાં જોડાવા ઇચ્છતા રાજકોટ જિલ્લાના યુવાનો બી.એસ.એફના ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા ખાતેના હેડકવાર્ટર ખાતે 30 દિવસની નિવાસી તાલીમમાં ભાગ લઇ શકાશે. 

    
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
ઈચ્છુક ઉમેદવારોએ દિન-૧૫માં મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતેથી નિયત અરજીપત્રકનો નમુનો મેળવી મેડીકલ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જાતિના દાખલાની નકલ, ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટની નકલ, આધારકાર્ડની નકલ, બેંકખાતાની પાસબુકની નકલ, પાનકાર્ડની નકલ, વગેરે દસ્તાવેજો અરજી સાથે જોડવાના રહેશે. વધુ વિગત માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી રાજકોટનો રૂબરૂ અથવા ટેલિફોન નં ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application