હરિયાણા સરકારે કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. સરકારે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અનુરાગ રસ્તોગી દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે.
હરિયાણા સરકારે દિવાળીના અવસર પર કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને 50%ની જગ્યાએ 53% મોંઘવારી ભથ્થુ મળશે. આ વધારો 1 જુલાઈ, 2024થી લાગુ થશે.
કેરળ સરકારે પણ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી
કેરળ સરકારે આજે રાજ્ય સેવા કર્મચારીઓ અને શિક્ષકોને મોંઘવારી ભથ્થાના હપ્તાને પણ મંજૂરી આપી હતી. નાણામંત્રીએ પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)ના હપ્તાને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી છે. મંત્રીએ કહ્યું કે વધેલા DA અને DRનો લાભ UGC, AICTE અને તબીબી સેવાઓ સહિત તમામ ક્ષેત્રોમાં ઉપલબ્ધ થશે. આ રીતે રાજ્યના વાર્ષિક ખર્ચમાં અંદાજે 2 હજાર કરોડ રૂપિયાનો વધારો થવાની સંભાવના છે.
છત્તીસગઢ સરકારે પણ કર્મચારીઓને ભેટ આપી
તાજેતરમાં છત્તીસગઢ સરકારે દિવાળીની ભેટ તરીકે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં પણ વધારો કર્યો હતો. સીએમ વિષ્ણુ દેવ સાઈએ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. આ રીતે છત્તીસગઢમાં સરકારી કર્મચારીઓનો DA વધીને 50 ટકા થઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech