દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ કર્મીઓની સામુહિક બદલીનો ગંજીપો ચિંપતા જિલ્લા પોલીસ વડા

  • November 27, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૬ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૫૬ પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીના ઓર્ડરો શનિવારે થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર તથા દ્વારકા પોલીસ મથક ઉપરાંત એસ.ઓ.જી. તથા ટ્રાફિક વિગેરે વિભાગમાં ફરજ બજાવતા એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, સહિતના ૫૬ પોલીસ કર્મચારીઓને જુદા જુદા સ્થળોએ બદલી કરતો સામૂહિક ઓર્ડર શનિવારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવ્યો છે.
***
દ્વારકા જિલ્લાના બે પોલીસ કર્મચારીઓની જિલ્લાફેર બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા બે એ.એસ.આઈ.ને અન્ય જિલ્લામાં બદલી અંગેનો હુકમ થયો હોવાનું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા નગાભાઈ હરદાસભાઈ તથા વિરેન્દ્રસિંહ કિશોરસિંહ નામના બે પોલીસ કર્મચારીઓની બદલી અનુક્રમે નવસારી તથા પંચમહાલ - ગોધરા ખાતે થયાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application