પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરજીવનમાં પુરા કરેલા 23 વર્ષના ઉપલક્ષમાં રાજયભરમાં યોજાઇ રહેલા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરમાં, જી.એન.એલ.યુ., કોબા ખાતે, ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ સંલગ્ન નિગમોની યોજનાઓના લાભાર્થીઓને લોન-સહાય વિતરણ માટે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 21 જિલ્લ ાઓનો સમારોહ યોજાયો હતો.
આ સમારોહના અધ્યક્ષ પદેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ સમાજમાં શ્રેષ્ઠ કામ કઈ રીતે થઈ શકે તે શીખવાડ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગરીબોનું સશક્તિકરણ કરવાનું તેમણે શ કર્યું હતું. વંચિતોને વિકાસની રાહમાં કઈ રીતે જોડી શકાય એ તેમણે સૌને શિખવાડ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ મારી સંપૂર્ણ સરકાર બાબા સાહેબના બંધારણને આધીન હશે એમ કહેલું. ડો.બાબાસાહેબને આદર્શ માનીને તેઓ પીડિતો, વંચિતો માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રયત્નોને લીધે અનુસૂચિત જાતિના યુવાઓ વિદેશ અભ્યાસ કરવા માટે દેશ બહાર જઈ શકે છે.
આ સમારંભમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમાર અતિથિ વિશેષપદેથી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વંચિતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. જે નરેન્દ્રભાઇના વિઝનને કારણે શક્ય બન્યું છે. એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી 21 જિલ્લાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા છે, આ તકે ઓનલાઈન ડ્રોથી જ લાભાર્થીઓની પસંદગી કરી અને સૌની નજર સમક્ષ લાભાર્થીના ખાતામાં ડીબીટી મારફત નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળના 1569 લાભાર્થીઓને ા.20 કરોડની સહાય આપવામાં આવી હતી તેમજ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ હેઠળના 1663 લાભાર્થીઓને રૂપિયા 24.11 કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત સફાઈ કામદાર વિકાસના 1349 લાભાર્થીઓને ા.16.17 કરોડની સહાય આપવામાં આવી હતી એટલું જ નહીં, ડોક્ટર આંબેડકર અંત્યોદય જાતિ વિકાસ નિગમ હેઠળ 379 લાભાર્થીઓને ા.7.11 કરોડની સહાય આપવામાં આવી હતી. આમ, કુલ મળીને 4,900 લાભાર્થીઓને એક જ જગ્યાએથી ા.68 કરોડથી વધુની લોન/ સહાયના લાભોનું વિતરણ કરાયું હતું. તેમજ અનુસુચિત જાતી કલ્યાણ પ્રભાગ હસ્તકની વિવિધ યોજનાઓની લાભાર્થીઓને માહિતી મળી રહે તે માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે કાર્યક્રમની પૂણર્હિતિ પહેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ મંચસ્થ મહાનુભાવો દ્વારા નિગમોના લાભાર્થીઓને, પેસેન્જર વાન અને ઓટો રીક્ષા જેવા વાહનોને લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, પૂર્વ મેયર હિતેશ મકવાણા, અન્ય પુર્વ ધારાસભ્યઓ, મહાનુભાવો તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક, નિગમોના મેનેજીંગ ડિરેક્ટર, અધિકારીઓ, તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech