મ્યુનિસિપલ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં સોમવારથી એડમિશન ફોર્મ વિતરણ

  • May 17, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એડમિશન માટે તા.૨૦–મે અને સોમવારના દિવસથી ફોર્મ વિતરણ કરાશે જે તા.૩૧ મે સુધી ચાલુ રહેશે.વિશેષમાં શાસનાધિકારી કિરીટસિંહ પરમારએ જણાવ્યું હતું કે (૧) રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકુંદ સોસાયટી, સાઘુ વાસવાણી માર્ગ(૨) ડો.હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દુઘ સાગર માર્ગ અને (૩) કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, ૩૯ ગાયત્રીનગર, પારડી માર્ગ (બોલબાલા માર્ગ) સહિતની ત્રણ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા.૨૦–૫–૨૦૨૪ને સોમવારથી તા.૩૧–૫–૨૦૨૪ને શુક્રવાર સુધી દરરોજ સવારના ૧૧ થી બપોરે ૨ સુધી અને ૩–૩૦ થી ૫–૦૦ કલાક દરમ્યાન ઉકત તમામ સરનામે દર્શાવામાં આવેલ શાળામાંથી મેળવવાના રહેશે. તેમજ તા.૩૧–૫–૨૦૨૪ ને શુક્રવાર સુધીમા ભરી પરત ત્યાં જ જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઈઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવવાની રહેશે. જે બાળકની જન્મ તારીખ ૧–૬–૨૦૨૦થી ૩૧–૫–૨૦૨૧ સુધીની હશે તેનું જ ફોર્મ ભરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બાળકોને ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણાવવાનો ક્રેઝ સતત વધતો જતો હોય અને તે શાળાઓની ફી ઉંચી હોય ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના બાળકો પણ ઈંગ્લીશ મીડિયમમાં શિક્ષણ મેળવી શકે તેવા હેતુથી રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્રારા ઈંગ્લીશ મીડિયમની ત્રણ શાળાઓ શ કરાઇ છે અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે અને ડ્રો સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દર વર્ષે ઈંગ્લીશ મીડિયમની ત્રણેય શાળાઓમાં પ્રવેશ માટે ભારે ધસારો થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application