વિસાવદરના સેટલમેન્ટના જાંબુથાળા ગામે પાણી, લાઈટ સહિતની પ્રાથમિક સવલતોમાં ભેદભાવ

  • December 01, 2023 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરજંગલ કાંઠાના સેટલમેન્ટના જાંબુથાળા ગામે લોકોકને પાણી લાઈટ સહિતની પ્રાથમિક સગવડ મહિ મળતા ઉપવાસ આંદોલનની ચિમકી આપવામાં આવી છે. ગીર જંગલના જાંબુથાળા ગામ કે જે ગામ જંગલ ખાતાના નિયમ મુજબ સેટલમેન્ટનું ગામ છે. ત્યાં વસવાટ કરતા ૨૦૦થી વધુ લોકોને પડતી મુશકેલી જેવીકે લાઈટ, પાણી તેમજ બાળકોને અભ્યાસ કરવા માટેતી કોઈ સુવિધા ન હોય ત્યારે સેટલમેન્ટ ગામ હોય, જેથી ત્યા રહેતા લોકોને ત્યા આવતા મહેમાનને જંગલ ખાતા દ્વારા રોકવામાં આવે છે, ઉપરાંત ખેતી ધરાવતા લોકોને કુદરતી વાવજોડાકે ક મોસમી વરસાદમાં સહાય મળતી ન હોય. સેટલમેન્ટ ગામની અંદર વન્ય પ્રાણી દ્વારા હિંસક હુમલામાં ધવાયેલ તેમજ મૃત્યુ પામેલ પરિવારને વતર ચુકવવું તેમજ ખેત ઓજાર રાખવા માટે ગોડાઉન બનાવવા મંજુરી આપવી તેમજ લોકશાહીમાં મતદાન છ તે મતદાન હોય તો સેટલમેન્ટ ગામને હિસાબે મતદાન મથક પણ ૨૧ કિમિ દૂર પડતું હોય તો જાંબુથાળામાં મતદાન મથક ઉભુ કરીને ત્યાજ મતદાન કરવાનો અધિકાર મળે તેછી અલગ અલગ પંદર માગણીઓ સાથેનું આવેદન પત્ર જાંબુથાળાના રહેવાસીઓ દ્વારા પ્રાંત આધિકારી વિસાવદર મામલતદાર તેમજ એસીએફ વિસાવદર પોલીસને આવેદન પત્ર સુપરત કરીને પ્રશ્ર્નોનો પંદર દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ંગ આદોંલનની ચીમકી ઉંચારેલ હતી. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ જાંબુથાળાના પિડીત રહેવાસી તેમજ અન્ય સમાજના આગુવાનો તેમજ ગ્રામપંચાયતના સરપંચ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વાડીદરિયા દ્વારા શાશક પક્ષની નિતિ રીતીની નિંદા કરીને આંદોલનને ટેકો જાહેર કરેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application