ધોરાજીમાં ફેરણી રોડ પર રહેતી કોળી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.પરિણીતાના સંબંધીની સગાઇ હોય જેમાં પહેરવા માટે દાગીના ન હોવાથી આ બાબતે લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હતું.બનાવને કોળી પરિવારમાં માતમ છવાય ગયો હતો.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીના ફેરણી રોડ પર ગોકુલ પાર્ક બસસ્ટેન્ડ પાસે રહેતી મીતલબેન દીપકભાઇ સંખેરીયા(ઉ.વ ૨૧) નામની કોળી પરિણીતાએ ગત તા.૮૧૨ ના રોજ ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ચાલુ સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું.બનાવની જાણ થતા ધોરાજી સિટી પોલીસે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી. આપઘાતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,પરિણીતાનું માવતર જામજોધપુર તાલુકાના પાટણ ગામે છે.તેના પિતાનું નામ વિનેશભાઇ પ્રેમજીભાઇ કસરેજા છે.તેણી બે ભાઇ એક બહેનના પરિવારમાં નાની હતી.તેના લ સવા વર્ષ પૂર્વે ધોરાજીમાં રહેતા દિપક સંખેરીયા સાથે થયા હતાં.પતિ બકાલાનો ધંધાર્થી છે.પતિને દેવું થઇ ગયું હોય તેણે પત્નીના દાગીના વેચી આ દેવું ભરપાઇ કયુ હતું.દરમિયાન પરિણીતાના સંબંધીની સગાઇ હોય જેમાં પહેરવા માટે પરિણીતાને દાગીના પહેરવા હોય જેથી પતિને કહ્યું હતું.પરંતુ પતિથી પૈસાની વ્યવસ્થા ન થતા તેણે હાલ દાગીના લઇ શકે તેમ ન હોય તેમ સમજાવતા આ બાબતે લાગી આવતા પરિણીતાએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે ધોરાજી પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech