વંથલીના ધંધુસર ગામે ઉબેણ નદી ઉપર ૧૨ કરોડના ખર્ચે પુલને મંજૂરી

  • November 17, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વંથલી તાલુકામાં આવેલ ધંધુસર ગામની પડખે ઉબેણ નદી વહે છે. ધંધુસર, રવની, છત્રાસા અને રૂપાવટી વગેરે ગામોમાં જવા માટે આ ઉબેણ નદી ઉપર પુલ બાંધવામાં આવ્યો છે તે પુલ સમયના ધસારાને કારણે જર્જરીત થઈ પડી ગયો છે. જેથી અવરજવર માટે લોકોને મુશ્કેલી પડતી હોય લોકોએ આ પુલ નવો બનાવવા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જાતે જઈને આ પુલની વિગતો મેળવી હતી. 


ધારાસભ્ય લાડાણીએ પડી ગયેલા પુલ જુના પુલને નવો બનાવવા માટે ૨૩મી જુલાઈએ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ જૂનાગઢ ખાતે જઈને રૂબરૂ રજુઆત તથા લેખીત પત્ર આપી પુલના નવનિર્માણ બાબતે યોગ્ય કરવા જણાવ્યું હતું. આ રજૂઆતને ધ્યાને લઈ કાર્યપાલક ઈજનેરે આ અરજી સંબંધીત વિભાગને મોકલી કાર્યવાહી કરવા જણાવતા સરકારે તા.૩ નવેમ્બરના રોજ આ પુલના નવનિર્માણ માટે સૈધ્ધાંતિક મંજુરી આપી પુલના કામકાજ માટે ૧૨ કરોડ મંજુર કરતા આ વિસ્તારના લોકોનો આનંદ અને ઉત્સાહ બેવડાયો છે અને ઉબેણ નામને સાર્થક કરતો સોના ચાંદીનો સુરજ ઉગ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application