ગિરનાર પર્વત પર શકિતપીઠમાં અંબાજી મંદિરે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા

  • January 13, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે પોષી પૂનમના દિવસે ગિરનાર પર્વતના ૫,૫૦૦ પગથિયે બિરાજમાનમા અંબાજીના મંદિરે પ્રાગટ મહોત્સવ  અંતર્ગત વિવિધ કાર્યક્રમો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ૫૨ શકિતપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતા શકિતપીઠમાં માતાજીના દર્શન કરવા સવારથી ઉંમટી પડા હતા. અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સૂકતના પાઠ ,હોમ હવન, દૂધ, ગંગાજળ અભિષેક, ધજારોહણ ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. માતાજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. પુનમ ભરવા જતા ભાવિકો કડ કડતી ઠંડીમાં પણ રાત્રે જ પગથિયા ચડી વહેલી સવારે અંબાજી મંદિરે પહોંચી આરતીના દર્શન કરવા પહોંચ્યા હતા આજે સવારે ગિરનાર પર્વત પર ૬૫કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં પણ પ્રવાસીઓ પવનની થપાટનો સામનો કરી દર્શને પહોંચ્યા હતા.આરતીમાં ભાવિકોએ દર્શન માટે કતારો લગાવી હતી મંદિર પરિસરમાં જય માતાજીનો નાદ ગુંજી ઉઠો હતો.
સોરઠના પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ મહોત્સવ  પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ દિવસ  માતાજીનો જન્મદિવસ  આજે ગિરનારના  ૫,૫૦૦ પગથિયા ઉપર  પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ મહોત્સવે વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિ અને  ભાવિકોની ઉપસ્થિતિમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે માતાજીને વિશેષ શૃંગાર સાથે શ્રીસુકતના પાઠ ,હોમ હવન ગંગાજળ દૂધથી  અભિષેક સાથે મંદિરના શિખર ઉપર  ધ્વજારોહણ, બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો સહિતના કાર્યક્રમો યોજી અંબાજી માતાજીના પ્રાગટ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરે પૂનમ ભરવાનું પણ ભાવિકોમાં વિશેષ મહત્વ છે.
પૂનમ ઉપરાંત માતાજીના પ્રાગટ મહોત્સવ હોવાથી ભાવિકોમાં પણ ઉજવણી બેવડાઈ હતી. મા અંબાજીના જન્મદિવસની શુભકામના આપી દર્શન કરી ધન્યતા અનુભવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application