ભાજપના બુથ સશક્તિકરણ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અવ્વલ

  • October 07, 2023 01:40 PM 

હોદ્દેદારોનું ખાસ સન્માન કરાયું



ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સંગઠનલલક્ષી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે બુથ સશક્તિકરણ અને સંગઠનને વધુ કાર્યદક્ષ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કામગીરી હંમેશા પ્રથમ હરોળની રહી છે. અહીંના ભાજપ સંગઠનના નિષ્ઠાવાન કાર્યકરોની જહેમતથી તાજેતરમાં ભાજપના બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન તથા સંકલનના ફળ સ્વરૂપે જિલ્લા ભાજપના આગેવાનો તથા સક્રિય કાર્યકરો દ્વારા આ અભિયાન મંડળના સંયોજકોએ અવિરત રીતે કામગીરી કરી અને સરળ પોર્ટલ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરિફિકેશન અંગેની કામગીરી સંપન્ન કરવામાં આવી હતી.


સમગ્ર ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ભાજપ દ્વારા આ કામગીરી સૌપ્રથમ પૂર્ણ કરી, આ અંગે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આના અનુસંધાને ગાંધીનગર ખાતે યોજાયેલી ખાસ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા જિલ્લાના સંયોજક રસિકભાઈ નકુમ અને સહ સંયોજક રાજુભાઈ સરસિયાનું દ્વારકા જિલ્લાની આ ઉમદા કામગીરી બદલ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.


આ સન્માનનો સાચો શ્રેય કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખ તથા દરેક કાર્યકરોને આપી, આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા આ સન્માન સમારોહમાં પૂર્વ ગૃહમંત્રી તથા ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે, પ્રદેશ ઉપપ્રમુખ જનકભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં રસિકભાઈ નકુમ તથા રાજુભાઈ ભરવાડને સન્માનિત કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application