દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ બચત તેમજ વીજ બિલ ઘટાડવા માટે તંત્ર દ્વારા લોકોને અનુરોધ

  • December 09, 2024 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2024 ના મહિનાને ઉર્જા સંરક્ષણ તથા ઉર્જા કાર્યક્ષમ મહિના તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામ ખંભાળિયાની પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા પણ આને અનુલક્ષીને વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.


જેમ જેમ આપણે ઉર્જા સંરક્ષણ અંગે વિચાર કરીએ ત્યારે ઉર્જાની વધતી માંગ સાથે આ મહિના દરમિયાન વિચિત્ર દ્વારા નીચે મુજબના મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો પર સ્વીચ કરવું, જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ, પંખા તેમજ અન્ય વીજ ઉપકરણો, બંધ કરવા- સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો, એલ.ઈ.ડી. બલ્બ પર સ્વિચ કરવું, વિગેરે પગલાંઓ લઈ અને ઉર્જા બચાવી શકાય છે.


જામનગર વર્તુળ કચેરી હેઠળ આવતી દરેક વિભાગીય કચેરી તથા પેટા વિભાગીય કચેરીઓ દ્વારા આ મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, ગ્રામસભા અને જાહેર પરિસંવાદમાં જાગૃતિ, સ્કૂલ તથા કોલેજો ખાતે સેમિનાર, વીજ અકસ્માત નિવારણ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક નાગરિકોને તથા વીજ ગ્રાહકોને કે ઉર્જા સંરક્ષણ માટે આગળ આવે અને રાજ્ય અને રાષ્ટ્રના ભલા માટે અમને સહકાર આપે જેથી "ઉર્જા બચાવો, ભવિષ્ય બચાવો" ના સંકલ્પ સાથે ઉર્જા સંરક્ષણ મહિનો ઉજવવા માટે આમ જનતાને વીજ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News