બર્મા-થાઇલેન્ડમાં વિનાશક ભૂકંપ: હજારોના મોતની આશંકા, બચાવ કામગીરી ચાલુ, જુઓ વીડિયો

  • March 28, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે બપોરે ભારત સહિત ચાર દેશોમાં ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપના આંચકા ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ અને ભારતના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી. આ ભૂકંપ એટલા શક્તિશાળી હતા કે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તે અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી જ્યારે બીજા આંચકાની તીવ્રતા 7.7 હતી. આ ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે. હાલ પ્રશાશન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. લોકોને કાટમાળ હટાવી બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમજ ઘાયલોને હોસ્પીટલે ખસેડવામાં આવી રહ્યા છે. 


મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યાર બાદ 12:02 વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા પુલ ભૂકંપના આંચકાને કારણે તૂટી પડ્યો હોવાના અહેવાલ છે.


ભૂકંપ બાદ બેંગકોક અને મ્યાનમાર શહેરોમાં મોટી ઇમારતો ધ્રુજવા લાગી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો ગભરાઈને રસ્તાઓ પર દોડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ચીસો પાડી રહ્યા હતા અને સલામત સ્થળો તરફ દોડી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘણી ઇમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. મોટી ઇમારતો એક જ ક્ષણમાં ધરાશાયી થઈ ગઈ હતી. 


બેંગકોકનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક ઉંચી ઇમારતની છત પરથી સ્વિમિંગ પૂલનું પાણી પડી રહ્યું છે, એવું લાગે છે કે કોઈએ ઇમારત પર ધોધ બનાવ્યો છે. હકીકતમાં, ઇમારતના ઉપરના માળે સ્વિમિંગ પુલ હતા, જે ભૂકંપને કારણે તૂટી ગયા અને પાણી નીચે પડવા લાગ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application