જામનગરના ધુંવાવ વિસ્તારની સહારા કંપનીની કરોડો રુપિયાની જમીનના નોટરી કરારમાં ચેડા કરનાર સ્મિત કનેરિયાની અટકાયત, પાસપોર્ટ જપ્ત

  • November 28, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લૂક આઉટ સર્ક્યુલર હેઠળ મુંબઈ એરપોર્ટ પર દબોચી લેવાયા: સીઆઈડી ક્રાઈમમાં રજૂ વા અદાલતનો આદેશ: એકાદ દિવસમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સામે હાજર વાની સંભાવના

જમીનના એક કેસના મામલે રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની સીઆઈડી ક્રાઈમના લૂક આઉટ સર્ક્યુલર હેઠળ મુંબઈ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી અને અદાલતમાં રજુ તાં કોર્ટ દ્વારા તેમને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર ઇ જવાબ લખાવવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્લાસિકવાળા સ્મિત કનેરિયાનો પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સ્મિત કનેરિયા સીઆઈડી ક્રાઈમ સમક્ષ હજાર તાં નહોતા એટલે એજન્સી દ્વારા દેશના તમામ એરપોર્ટ પર લૂકઆઉટ સર્ક્યુલર મોકલ્યો હતો. પોતાના બે પાર્ટનર સો ન્યુઝિલેન્ડ ફરવા ગયેલા સ્મિત કનેરિયા મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા કે તરત તેમની લૂકઆઉટ સર્ક્યુલર હેઠળ અટકાયત કરી લેવામાં આવી હતી. અદાલતના આદેશ મુજબ સ્મિત કનેરિયાએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ઓફિસ ખાતે હાજર વું પડશે અને તેમની ધરપકડ કરવાની પણ સંભાવના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ જમીનનો કેસ જૂનો છે અને તેમાં કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસ ઉપરાંત દિવાળી પર જ સ્મિત કનેરિયા પર એક અન્ય જમીનના મામલે પણ પોલીસમાં રાવ કરવામાં આવી હતી. સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશનને જામનગરના ધુંવાવ ખાતે આશરે ૧૪૬.૨૧૫ એકર જમીનના વેચાણ માટે રાજકોટની દેવ ઈન્ફ્રા પાર્ટનરશીપના ભાગીદાર સ્મિત પરશોતમ કનેરિયા દ્વારા કરાર કરવામાં આવ્યો હતો. દેવ ઇન્ફ્રા પાર્ટનરશીપ ફર્મના ભાગીદાર તરીકે સ્મિત કનેરિયાએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે અને સહારા સો કરોડો રૂપિયાનો ર્આકિ લાભ મેળવવા માટે તેમાં નોટરીયલ લખાણના બે પાના બદલીને નકલી કોન્ટ્રાક્ટ બનાવ્યો હોવાનો આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજી કરનારે જણાવ્યું હતું કે, દસ્તાવેજ નકલી હોવાની જાણ હોવા છતાં સ્મિત કનેરિયાએ ગુજરાત હાઈકોર્ટ અને જામનગર સિવિલ કોર્ટમાં રજૂઆત કરીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડ વતી નિયુક્ત અધિકૃત વ્યક્તિ મયંક કાંતિલાલ શાહે સીઆઈડી ક્રાઈમમાં રાવ કરી હતી અને પોલીસે ૧૫ દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ પર અર્પણ કોમ્પ્લેક્સમાં રહેતા સ્મિત કનેરિયા સામે તપાસ હા ધરી હતી. જો કે તે સમયે સ્મિત કનેરીયા ન્યુઝિલેન્ડ ફરવા ગયા હોવાનું જાણવા મળે છે. મયંક શાહના આક્ષેપ મુબજ જામનગરના ધુંવાવમાં આવેલી સહારા ઈન્ડિયાની કરોડોની કિંમતની જમીન અંગે જામનગરની હાઈકોર્ટ અને સિવિલ કોર્ટમાં દાવા પેન્ડિંગ છે. ૨૦૨૩ માં, દેવ ઈન્ફ્રાના ભાગીદાર  સ્મિત કનેરિયા
સ્મિત પરશોતમભાઈ કનેરિયાએ પેન્ડિંગ મામલામાં પક્ષકાર તરીકે હાઈકોર્ટમાં જોડાવાની અરજી કરી હતી અને ફરિયાદી મયંક શાહને તેની નકલ આપી હતી.
સ્મિત કનેરિયાએ ૨૦-૧-૨૦૨૧ના રોજ યેલા કરારની નકલ હાઇકોર્ટમાં જમા કરાવી હતી. તે નકલની પ્રમાણિત નકલ ફરિયાદી મયંક શાહે રજૂ કરી હતી. ફરિયાદી પાસે અગાઉ કરવામાં આવેલ મૂળ નોટરીયલ એગ્રીમેન્ટની નકલ હતી. આ બંન્નેની ચકાસણી કરતાં, ફરિયાદીએ નોંધ્યું હતું કે સ્મિત કનેરિયા દ્વારા રજૂ કરાયેલ નોટરીયલ એગ્રીમેન્ટ અને મૂળ નોટરીયલ એગ્રીમેન્ટ અલગ-અલગ હતા. મૂળ કરારમાં વળતરની રકમ રૂ. ૨૫ કરોડ હતી અને બાકીની રકમ રૂ. ૨૨.૧૫ કરોડ લખવામાં આવી હતી જ્યારે સ્મિત કનેરિયા દ્વારા રજૂ કરાયેલ નકલી નોટરીયલ કરારમાં વળતરની રકમ રૂ. ૩૧.૫૦ કરોડ હતી અને બાકીની રકમ રૂ. ૨૮.૪૫ કરોડ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application