ખીમલીયા અને તમાચણ ગામમાં ૧૩ પત્તાપ્રેમીની અટકાયત

  • July 22, 2023 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસના દરોડામાં કુલ ૫૬ હજારની રોકડ અને સાહિત્ય કબ્જે

જામનગર તાલુકાના ખિમલીયા અને તમાચણ ગામની સીમમાં ગત રાત્રે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડયા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
 જામનગર તાલુકાના ખીમલીયા ગામમાં નદીના પટ્ટ પાસે જાહેરમાં ગંજીપાના વડે તિનપતીનો જુગાર રમી રહેલા ખીમલીયાના રાજુ હીરાભાઈ  માટીયા, ભલા માધા કંબોયા, રવિ ગોપાલ ખટાવરા, સુનિલ કાનજી લીંબડ, સાગર ગોપાલ ખટાવરા અને ગોકુલનગર દલવાડીનગરના અશ્ર્વીન ગોરધન સીતાપરા નામના ૬ શખ્સોને ૪૩,૨૨૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય પંચ-બી પોલીસે કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગર તાલુકાના તમાચણ ગામમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા તમાચણના જેઠા કમાભાઈ મકવાણા, લવજી ઉર્ફે મુકેશ કારુ મકવાણા, બહાદુરસિંહ જટુભા પરમાર, ભગીરથસિંહ નવુભા જાડેજા, અશ્ર્વીનસિંહ છોટુભા પરમાર, રાજેન્દ્રસિંહ સવુભા પરમાર અને શકિતસિંહ ભગુભા પરમારને પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૩,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ દરોડાની કાર્યવાહી પંચ-એ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application