રાજકોટમાં 3455 કિલો વાસી મુખવાસ અને ફરસાણનો નાશ

  • November 07, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ શહેરમાં મહાપાલિકાની ફૂડ શાખાએ સતત ચેકીંગનો દોર જારી રાખીને તાજેતરમાં વધુ 3445 કિલો વાસી અને અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કરતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તપાસ દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે, પેકિંગના લેબલ ઉપર ઉત્પાદન તારીખ કે એક્સપાયરી ડેઈટ લખતા ન હતા જેથી ખરીદનાર ગ્રાહકોને જથ્થો કેટલો વાસી છે તેનો અંદાજ આવતો ન હતો.



વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રાજકોટ શહેરના પરાબજાર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ દીપેશભાઇ અમૃતલાલ નંદાની માલિકી પેઢી અમૃત મુખવાસની સ્થળ તપાસ કરવામાં આવેલ. આ પેઢીમાં વિવિધ પ્રકારના મુખવાસ, સ્પાઇસીસ તથા કનફેક્શનરીનું પ્રોસેસ, પેકિંગ તથા સંગ્રહ કરી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ અલગ અલગ પ્રકારના મુખવાસ, સ્પાઇસીસ તથા કનફેક્શનરીના પેકિંગ તપાસતા વાસી અને પડતર પડેલ અંદાજીત કુલ 1040 કિ.ગ્રા. જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતમાં મ્યુનિ. ટીપરવાનને સ્થળ પર બોલાવી નાશ કરવામાં આવેલ. તદઉપરાંત નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે, રાજકોટ મુકામે આવેલ કલ્પેશભાઇ કાંતિલાલ નંદાની માલિકી પેઢી પ્રકાશ સ્ટોર્સ ની સ્થળ તપાસ કરવામાં આવેલ.આ પેઢીમાં અલગ અલગ પ્રકારના મુખવાસ, સ્પાઇસીસ, કનફેક્શનરી તથા ચાની ભૂકીના પેકિંગ તપાસતા તેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોય અલગ-અલગ પ્રકારના મુખવાસ, સ્પાઇસીસ, કનફેક્શનરી પેક્ડ પેક્ટમાં રહેલ બેગમાં વાસી પડતર હોવાનું માલૂમ પડેલ. આ પેઢીમાં વાસી પડતર તેમજ ઉત્પાદન અંગેની કોઈપણ વિગત દશર્વ્યિા વગરના બુલિયન બ્રાન્ડ, સુરતી બ્રાન્ડ, દિલબહાર બ્રાન્ડના મુખવાસ, એકપાયરી ડેટ વીતેલ મસ્ત બહાર માઊથ ફ્રેશનર, કોઈપણ લેબલ વગરની ખટમીઠી ગોળીની ઉત્પાદન અંગેની વિગતો દશર્વિેલ વગરનો તાજમહેલ બ્રાન્ડનો ગોવિદ મિક્સ, ખસ મિક્સ, પિલા મિક્સ, મંસુરી મિક્સ, પાન મુખવાસ, શાહી મેવો, ફેન્સી મુખવાસ જેવા કે પીળો મુખવાસ, લીલો મુખવાસ, ટેમ્પટેશન, દિલખુશ, કેસરી મુખવાસ, વરિયાળી ગોળી, તથા વિવિધ ફ્લેવરની કલરવાળી કનફેક્શનરીનો પડતર પડેલ અંદાજીત કુલ 1025 કિ.ગ્રા. જથ્થો નાશ કરવા યોગ્ય હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતાર્થે મ્યુનિ. ટીપર વાનને સ્થળ ઉપર બોલાવી નાશ કરવામાં આવેલ.
તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ હરિકૃષ્ણભાઈ કમલેશભાઇ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડકટ્સ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ખાધ્ય પદાર્થ ઉત્પાદન થતું જોવા મળેલ, પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ  પડતાં કુલ 715 કિલો વાસી, અખાદ્ય અને ઉત્પાદન તેમજ એક્સપાઈરી ડેઈટ લખ્યા વગરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગામ. વાવડી, જલીયાણ ઇન્ડ. એરીયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ વિમલભાઈ વેકરીયાની માલિકી પેઢી માહી જનરલ ફૂડ પ્રોડકટ્સની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ. તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળેલ, પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી 675 કિલો વાસી નકમકીન અને ફરસાણના જથ્થાનો નાશ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application