ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ શેડૂલની જાહેરાત કરી નથી પરંતુ તેણે ૧૬ નવેમ્બરથી શ થનારા દેશના પ્રવાસ માટે ગઈકાલે ટ્રોફી પાકિસ્તાનને મોકલી છે. ભારત પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવાનો વિરોધ કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં રમવા જવાનો ઇનકાર કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રોફી પ્રવાસ ઉત્તર પાકિસ્તાનના સ્કાર્દુથી શ થશે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રવાસ પાકિસ્તાનના પ્રમુખ શહેરોમાંથી પસાર થશે યાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો રમાવાની છે.
આ ટ્રોફી એવા સમયે આવી છે યારે આઈસીસીએ પ્રતિિત ટૂર્નામેન્ટને 'હાઇબ્રિડ મોડલ'માં યોજવા અંગે પીસીબી પાસેથી જવાબ માંગ્યો છે. યારે ભારતે ટૂર્નામેન્ટ માટે દેશમાં પ્રવાસ કરવાનો ઇનકાર કર્યેા હતો. આ મહિનાની શઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું પરંતુ ભારતે આઈસીસીને જાણ કર્યા બાદ કે તે તેની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને શહેરમાં ધુમ્મસની સ્થિતિને કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે આખરે આઈસીસી અધિકારીઓ દ્રારા ટ્રોફીને દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવી હતી. આ પ્રવાસ જે ૨૪ નવેમ્બરે સમા થાય છે, તે આવતા વર્ષે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ દરમિયાન યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉત્સાહ પેદા કરવાના આઈસીસીના પ્રયાસનો એક ભાગ છે. આઈસીસીએ હજુ સુધી ભારતે પાકિસ્તાનમાં રમવાના ઇનકાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે ટિપ્પણી કરી નથી. પાકિસ્તાને ગઈકાલે કહ્યું કે ભારત સાથે પડદા પાછળ કોઈ વાતચીત ચાલી રહી નથી કારણ કે પડોશી દેશે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ક્રિકેટ ટીમ મોકલવાનો ઇનકાર કર્યેા છે.
વિદેશ કાર્યાલયના પ્રવકતા મુમતાઝ ઝહરા બલોચને સાાહિક પ્રેસ કોન્ફરન્સમાં આવતા વર્ષની શઆતમાં પાકિસ્તાનમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટની સ્થિતિ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી અને દ્રિપક્ષીય ક્રિકેટ વિશે ખાસ ચર્ચા કરવા માટે ભારત સાથે કોઈ બેક સ્ટેજ વાતચીત ચાલી રહી નથી. પીસીબીની ભાગીદારી સંબંધિત વિગતવાર માહિતી પીસીબી પાસે ઉપલબ્ધ છે અને તે કોઈપણ માહિતી શેર કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech