‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’

  • December 23, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજનો ૬૮ લાખ ‚પિયાનો વેરો બાકી હતો તેથી નગરપાલિકા દ્વારા જે તે સમયે પ્રિન્સિપાલની ઓફિસને સીલ મરાયુ હતુ પણ ત્યારબાદ વિદ્યાર્થીઓના હિતમાં સીલ ખોલી નાખવામાં આવ્યા હતા આમ છતાં આ મુદ્ે ગેરસમજ ફેલાવવામાં આવતી હોવાથી કોલેજ રાબેતા મુજબ જ ચાલુ છે તેવી સ્પષ્ટતા પ્રિન્સિપાલે કરી છે અને કોઇપણ પ્રકારની અફવાઓમાં નહી આવવા પણ જણાવાયુ છે.
પોરબંદરની કે.એચ. માધવાણી કોલેજના પ્રિન્સિપાલ ડો. જે.એસ. રામદત્તીએ જણાવ્યુ છે કે શ્રી કે.એચ. માધવાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-પોરબંદરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જણાવવાનુ કે કોલેજ પ્રશ્ર્ને સમાચાર આવે છે તો વિદ્યાર્થીઓએ તેના અભ્યાસ બાબતે મુંઝાવુ નહી તેઓના વર્ગો નિયમિત ચાલુ છે. વર્ગખંડોને બંધ કરવામાં આવેલ નથી તેમજ વિદ્યાર્થીઓને જે કાર્યાલયમાં કામ હોય કે એસ.ટી. પાસના ફોર્મમાં સહી સિક્કા, શિષ્યવૃત્તિના ફોર્મની ઓનલાઇન ચકાસણી, પરીક્ષા ફોર્મ, સત્ર ફી વગેરેથી કામગીરી પણ નિયમિત ચાલુ છે તો વિદ્યાર્થીઓના અભ્યાસ કાબતે કોઇ ચિંતા કરવાની જ‚ર નથી.
તા. ૧૮-૧૨-૨૪ના રોજ જે કોલેજને સીલ નગરપાલિકા તંત્ર દ્વારા મારવામાં આવેલ તે તા. ૧૯-૧૨-૨૦૨૪ના રોજ વિદ્યાર્થી હિતનો ત્વરિત પ્રયત્ન કરીને સફળ રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી ‚બ‚ આવીને સીલ ખોલી આપેલ છે અને વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તેવું સૂચન પણ કરેલ છે.
તેમજ કોલેજનો બે વર્ષનો બાકી વેરો ‚ા. ૬૮ લાખ જેટલો માતબર આવેલ હોય તે અંગે નવયુગ એજ્યુકેશન સોસાયટીના સંચાલક મંડળના હોદ્ેદારોને નગરપાલિકા તંત્ર સાથે વિચારવિમર્શ કરી ઉકેલ લાવવા પ્રયત્નો કરે છે. આ પ્રશ્ર્નમાં મદદ કરનાર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી વગેરેનો કોલેજના પ્રિન્સિપાલ જે.એસ. રામદત્તી અને સર્વે સ્ટાફમિત્રોએ આભારની લાગણી પ્રગટ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application