પોરબંદર નજીકના બરડા ડુંગરમાં દાની ભઠ્ઠીઓ બેફામ ધમધમે છે છતા જંગલખાતુ બુટલેગરો સામે ઘુંટણીયા ટેકવી દે છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત જંગલખાતાનું નાક કાપીને દાની ભઠ્ઠીનો નાશ કરી એક બુટલેગરને પકડી પાડયો હતો ત્યારે સહ સહિતના વન્યજીવો ઉપર જોખમ હોવા છતાં જંગલખાતુ દાની બદીને નેસ્તનાબુદ કરવા માટે શા માટે કાર્યવાહી કરતુ નથી? તેવા અનેક સવાલો ઉભા થયા છે.
પોરબંદરના બરડા ડુંગરમાં પર્યાવરણ અને પ્રકૃતિ ને દાના ધંધાર્થીઓ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે આમ છતાં જંગલ ખાતા ની ટીમ જાણે કે હપ્તા લેતી હોય તેમ દાના ધંધાથીઓ સામે કડક કાર્યવાહી કરતી નથી ત્યારે અવારનવાર પોલીસ દરોડા પાડે છે ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ એકવાર ઉગ્ર બનવું પડ્યું હતું અને શરમણી વાવ વિસ્તારમાં ધમધમથી દાની ભઠ્ઠીનો પોલીસે નાશ કર્યો હતો. અને બોઘા સરમણ મોરી નામના બુટલેગરની ધરપકડ કરી હતી હજારો પિયાના આથા નો નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સમગ્ર કામગીરી હાથ ધરી હતી.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્યપોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામં આવેલ સુચના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના સુપરવીઝન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેટકર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ તથા હીમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ હકીકતના આધારે બરડાડુંગર, સરમણીવાવથી દક્ષિણે આશરે અડધો કિ.મી. દૂર ટેકરા ઉપર આરોપી બોધા સરમણભાઇ મોરી રહે. કાટવાણા ગામ કાદીનેશ, તા.જી. પોરબંદરવાળાની દેશી દા બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી દા બનાવવાનો આથો લીટર ૧૦૦૦ કિ. ા.૨૫૦૦૦, તથા આથાની વાસવાળા ૨૦૦-૨૦૦ લીટરના પ્લાસ્ટિકના બેરલ નંગ-૫ કિંમત. ા. ૨૦૦૦ તથા ૨૦૦ લીટરનું પ્લાસ્ટિકનું ખાલી આથાની વાસવાળુ બેરલ નંગ-૧ કિં. ા. ૪૦૦ તથા પ્લાસ્ટિકનું ૨૦૦ લીટરનું પાણી ભરેલ બેરલ નંગ-૧ કિં.૪૦૦, તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના પાણી ભરેલ બેરલ નંગ-૩ કિ.ા. ૧૨૦૦ તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના બોઇલર બેરલ નંગ -૨, કિ.ા ૮૦૦, તથા પતરાના ૨૦૦-૨૦૦ લીટરના ફીલ્ટર બેરલ નંગ ૨ કિ.ા. ૮૦૦ તથા તાંબાના ગુંચળા આકારની નળી નંગ -૨ કિ.ા. ૧૦૦૦ તથા સરમણીવાવ જતી કેડીએ બાવળની ઝાડીમાં દેશી પીવાનો દા ભરેલ ૫-૫ લીટરની કોથળીઓ નંગ ૯ભરેલ બાચકુ નંગ-૧, દા લીટર ૪૫ કિ.ા. ૯૦૦૦ મળી કુલ ા. ૪૦,૬૦૦ના મુદામાલ સાથે બોધા સરમણભાઇ મોરી હાજર મળી આવી પકડાઇ જઇ તથા ઉપરોકત દેશી પીવાના દાનો જથ્થો દેસુર દેવાભાઇ રબારી રહે. વિંઝરાણા ગામના પાટીયા પાસે તા.જી. પોરબંદરવાળાએ મંગાવેલ હોય જેથી બંને આરોપીઓ વિધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ, સલીમભાઇ પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, તથા વુમન હેડ કોન્સટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયેલા હતા.
દેશી દાના અન્ય દરોડા
કુતિયાણાના ભાદર ઝાંપામાં રહેતા નયન ઉર્ફે ચીની જમનાદાસ રાયચુરાને ૨૦૦ ા.ના દા સાથે, કુછડીની જૂની સ્કૂલ પાસે રહેતા કેતન ઉર્ફે ગટો લખમણ પાંડાદરાને ૨૬૦૦ ા.ના દા સાથે પકડી પાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech